ગાંધીધામ તાલુકામાં પોષણ માસની કરાઈ ઉજવણી

ગાંધીધામ, તા. 24 : તાલુકાના આઈસીડીએસ દ્વારા પોષણ માસ-2020 અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ હતી. તેમજ આશાવર્કર બહેનોએ કોરોના સંદર્ભે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં પોષણ માસની ઉજવણી થઈ રહી છે. કોરોના મહામારી ચાલી રહી હોવાથી કોવિડ - 19ના નિયમોના પાલન સાથે જિલ્લા પ્રોગામ ઓફિસર ઈરાબેન ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ ગાંધીધામ તાલુકાના સી.ડી.પી.આઈ. રમખાબેન ચૌધરીની દેખરેખ તળે આઈ.સી.ડી.એસ. દ્વારા પોષણ માસ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ હતી. તેમજ પ્રાંત અધિકારી ડો. વી.કે. જોષીનાં માર્ગદર્શન તળે તમામ મુખ્ય સેવિકા અને આશા વર્કર બહેનો દ્વારા કોરોનાનો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. ગાંધીધામ ઘટકના સી.ડી.પી.આઈ. અને આઈ.સી..ડી.આઈ.ના સ્ટાફગણે કોવિડ-19 સર્વે, ઘરમુલાકાત, ઊંબરે આંગણવાડી એપિસોડ, ડિજિટલ કેલેન્ડરનો ઉપયોગ, ટી.એચ.આઈ. વિતરણ, એસ.એ.એમ., એમ.એ.એમ.ના લાભાર્થીની મુલાકાત લઈ તમામ બાબતનું સરપ્રાઈઝ ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું હતું, તેવું એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.