ગાંધીધામના ઔદ્યોગિક વિસ્તાર પ્રાથમિક સુવિધાના અભાવથી ત્રસ્ત

ગાંધીધામના ઔદ્યોગિક વિસ્તાર પ્રાથમિક સુવિધાના અભાવથી ત્રસ્ત
ગાંધીધામ, તા. 24 : અહીંના ઈન્ડસ્ટ્રીઝ એસો. જેમાં જી.આઈ.ડી.સી., ઈન્ડસ્ટ્રીઝ સેક્ટર, 10/એ, 10/બી, 10/સી, સેક્ટર-11, 12માં આવેલા છે તેના ઉદ્યોગોના નવા સંગઠનની રચના કરી તેની પ્રથમ મિટીંગ ગાંધીધામ ચેમ્બર્સ ઓફ એન્ડ ઈન્ડ.ના હોલમાં આશિષ જોશી, મંત્રી ગાંધીધામ ચેમ્બરના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. જેમાં ટૂંકા સમયમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહી વર્ષોથી પીડિત આ વિસ્તારો જેમાં મુખ્ય રોડ, રસ્તા, લાઈટ, ડ્રેનેજ, પાણી, સિક્યુરિટી જેવા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા થઈ હતી. છેલ્લા 4 દાયકાથી નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કોઈ રસ્તા કે સુવિધા આપતી નથી. રસ્તાઓનું અસ્તિત્વ રહ્યું નથી. સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ, પાણીનું અસ્તિત્વ નથી તેમ છતાં વેરા આડેધડ લેવાય છે. જેનો જન આક્રોશ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં આ અંગે અવાજ બુલંદ કરી રણનીતિ ઘડાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer