માંડવી તાલુકાના એકસો ગામમાં વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડરનો સેવાયજ્ઞ શરૂ

માંડવી તાલુકાના એકસો ગામમાં વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડરનો સેવાયજ્ઞ શરૂ
દેવેન્દ્ર વ્યાસ દ્વારા-
માંડવી, તા. 24 : વ્યાવસાયિક કાર્યક્ષેત્રને અતિક્રમીને વિવિધ ક્ષેત્રે સામાજિક સેવાઓની સમાંતરે નબળા વર્ષમાં જરૂરતમંદ ગામડાઓમાં ગૌવંશનું જતન કરવા ઘાસચારો નસીબ કરાવનાર અહીંની ચેમ્બર ઓફ કોમર્સે 17 વર્ષ પહેલાં આરંભેલા લાભાર્થીને ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવતા પ્રકલ્પની ક્ષિતિજો વિસ્તારવાનો નિર્ધાર કર્યો છે. શહેર બહાર હવે ગ્રામ્ય વિસ્તારોમાં 100 જેટલા ગામડામાં ડિપોઝિટ લીધા વગર વિનામૂલ્યે (મફત) મીટર-રેગ્યુલેટર સાથે ઓક્સિજન બોટલ લાભાર્થીઓને અપાશે. કોરાનાના કકળાટમાં શ્વાસની તકલીફો વધતાં સવારે 6 વાગ્યાથી રાત્રિના સમય દરમ્યાન સ્તુતિકર માનવસેવાની સરાહના કરાઇ?છે. નૂતન વર્ષના શુભ દિને ચાકી હાજી સાલે મોહમદ અબ્દુલ્લાહ પરિવાર (મુંબઇ)એ સેવામાં યોગદાન આપવા?રૂા. 38,000નું દાન આપ્યું છે. આ અગાઉ દિવાળીથી આવતી દિવાળી સુધી એક વર્ષ દરમ્યાન ઓક્સિજન સેવા સાધવાને અર્થબળ પૂરું પાડવા મૂળ માંડવીના અંજાર સ્થિત જીવદયાપ્રેમી પ્રભુલાલભાઇ?શાહ (ગોપી મેડિકલ)ના પુત્રો બંધુ બેલડી ભરતભાઇ?શાહ અને દીપકભાઇ દ્વારા જ્ઞાતિગત વાડાબંધી મુક્ત ઓક્સિજન સેવાર્થે રૂા. 51 હજારનો ચેક અત્રેની ચેમ્બર ઓફ કોમર્સને અર્પણ કર્યો હતો. દમ-અસ્થમા-શ્વાસના દર્દીઓ માટે પ્રાણવાયુનો પુરવઠો ઉપલબ્ધ કરાવવાનો સેવાયજ્ઞ અત્રેની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રમુખ વાડીલાલ દોશીના નેતૃત્વ તળે આરંભ કરાયો હતો. તત્કાલીન નાણામંત્રી વજુભાઇ?વાળાના હસ્તે અને પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતાની પ્રમુખ ઉપસ્થિતિ વચ્ચે સંસ્થાના શેઠ નાનજીભાઇ?ખીમજી થાણાવાળા હોલના અનાવરણ અવસરે મૂળ રાપરના મુંબઇ સ્થિત `કેચ મી જીન્સ' ઉત્પાદક પ્રભુલાલભાઇ?સંઘવી દ્વારા રૂા. એક લાખની સખાવત સાથે પ્રકલ્પને કાર્યરત કરાયો હતો. 17 વર્ષ દરમ્યાન 18 જેટલા ઓક્સિજન સિલિન્ડરો દ્વારા શહેરમાં (પંથકમાં)?સુચારૂ વ્યવસ્થાપન જારી રાખ્યું. આ પછી માંગ વધતાં છ?બોટલ માટે રૂા. 30 હજાર દાતાના પિતા સંઘવી ચૂનીલાલ વીરચંદના સ્મરણાર્થે દાન આપતાં સેવાકાર્યમાં પોરસ ચડયું હતું. સંસ્થાના પ્રમુખ વાડીલાલ દોશી, ઉપાધ્યક્ષ પારસ શાહ, માનદમંત્રી નરેન્દ્ર સુરુ, કોષાધ્યક્ષ ચંદ્રસેન કોટક સંગાથે?ટ્રસ્ટીવૃંદે આપેલી વિગતો પ્રમાણે કોરોનાના કાળમુખા પ્રસાર અને પ્રભાવ થકી કોવિડ-19 વાયરસની વિનાશકતા વિસ્તરી રહી છે ત્યારે શહેરી સીમા અતિક્રમીને તાલુકાના ગામડાઓ સુધી વ્યાપ વિસ્તાર વધારવાનો નિર્ણય લેવાયો છે. સિનિયર સિટીઝનો માટે વધુ ઘાતક (હુમલાવર)?મનાતા કોરોના અને શ્વાસના રોગીઓને પ્રાણવાયુ વિનામૂલ્યે નસીબ કરાવવામાં કોઇ વિસ્તાર કે જ્ઞાતિ-જાતિ ભેદની સીમા નથી. 17 વર્ષ દરમ્યાન 1500 જેટલા લાભાર્થીઓને રાહત નસીબ કરાવાઇ?હોવાનો દાવો કરાયો હતો. જરૂરતમંદો અને મર્યાદિત આરોગ્ય સેવાવાળા ગ્રામ્ય વિસ્તારો માટે માંડવી ચેમ્બર ઓફ?કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ચેરિટેબલ?ટ્રસ્ટનો પરમાર્થી માનવયજ્ઞ?આશીર્વાદરૂપ હોવાનું સામાજિક અગ્રણીઓએ કહ્યું હતું. વાડીલાલ દોશીએ માનવ-જીવદયાનાં પ્રકલ્પો સાકાર કરવા અને સમય-સમય ઉપર અર્થબળ પૂરું પાડનારા સખી દાતાઓ, શ્રેષ્ઠીઓ પ્રત્યે અહોભાવ પ્રગટ કરતાં તાલુકાભરમાં સેવાયજ્ઞને વિસ્તારવા બદલ સહયોગીઓ, સહયાત્રીઓનો ઋણ સ્વીકાર કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer