વિરાટ-રોહિત વિનાની ભારતીય ટીમ 0-4થી હારશે

સિડની, તા. 24 : વન-ડે શ્રેણી પૂર્વે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ માઇન્ડ ગેમ રમવી શરૂ કરી દીધી છે. પૂર્વ કપ્તાન માઇકલ કલાર્ક અને સ્ટીવન સ્મિથનું કહેવું છે કે વિરાટ કોહલીનું પ્રથમ ટેસ્ટ બાદ ન હોવું ભારત માટે બહુ મોટો ફટકો છે. વિરાટ કોહલી જો પહેલા ટેસ્ટમાં સેટ થશે નહીં તો ભારતીય ટીમ શ્રેણીમાં 0-4થી હારશે. વન-ડે અને ટી-20 શ્રેણીમાં પણ ટીમ ઇન્ડિયા દબાણમાં રહેશે. માઇકલ કલાર્કે કહ્યંy કે વિરાટ કોહલી વન-ડે અને ટી-20 શ્રેણીમાં આગેવાની લેવાનો છે. જો તે આ બે શ્રેણીમાં ભારતને સારી શરૂઆત આપી શકશે નહીં, તો ટેસ્ટ શ્રેણીમાં તેમને 0-4ની હાર મળશે. બધું પહેલા ટેસ્ટના પરિણામ પર નિર્ભર રહેશે. કોહલી મોટા કદનો ખેલાડી છે. તેના વિનાની ભારતીય ટીમની મુશ્કેલીઓ ઘણી વધશે. તેની જગ્યા કોઇ પૂરી શકશે નહીં. જ્યારે સ્ટાર કાંગારૂ બેટ્સમેન સ્ટીવન સ્મિથ કહે છે કે વિરાટ કોહલી અને રોહિત શર્માની અનુપસ્થિતિ મોટું અંતર ઉભું કરશે.  જો કે પ્રવાસી ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે. જે ટક્કર આપી શકે છે. રોહિત લીમીટેડ ઓવર્સનો શાનદાર બેટ્સમેન છે. તેની ગેરહાજરી ભારતીય ટીમને પડશે. સ્મિથના મતે લોકેશ રાહુલ મંયક અગ્રવાલ પ્રતિભાશાળી છે. જે વન ડે અને ટી-20માં રોહિતના વિકલ્પ બની શકે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer