સ્મિથના પડકારનો સામનો કરવા ભારતીય બોલરોને ટિપ્સ આપતો સચિન

નવી દિલ્હી, તા. 24 : મહાન બેટસમેન સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં સ્ટાર બેટસમેન સ્ટીવન સ્મિથના પડકારનો સામનો કરવા માટે ભારતીય બોલરોને ટિપ્સ આપી છે. સચિન કહે છે કે સ્મિથની બિનપરંપરાગત ટેકનિકને લીધે ભારતીય બોલરોએ તેને થોડી બહારની સાઇડ બોલિંગ કરવી જોઇએ. આ બેટસમેન સામે `પાંચમી સ્ટમ્પ' પર બોલિંગ કરવાની સચિને સલાહ આપી છે. સ્મિથ ટેસ્ટ ફોર્મેટમાં ભારત વિરૂધ્ધ 6 સદી કરી  કયો છે. સચિને તેંડુલકરે જણાવ્યું હતું કે સ્મિથને ટેકનિક બિનપરંપરાગત છે. સામાન્ય રીતે ટેસ્ટ મેચમાં અમે બોલરોએ ઓફ સ્ટમ્પ કે ચોથી સ્ટમ્પની લાઇન આસપાસ  બોલિંગ કરવાનું કહેતા હોય છીએ, સ્મિથ મૂવ કરે છે. આથી દડાની લંબાઇ ચાર કે પાંચ ઇંચ આગળ કરવી પડશે. સ્ટીવના બેટને બોલ ટચ કરે એ માટે આપણા બોલરોએ પાંચમી સ્ટમ્પની લાઇન પર બોલ ફેંકવા જોઇએ. બોલરોનું આ લક્ષ્ય હોવું જોઇએ. સચિને કહ્યંy કે સ્મિથે એલાન કર્યું છે કે તે શોર્ટ પિચ બોલ માટે તૈયાર છે. મારું માનવું છે કે તેની ઓફ સ્ટમ્પ બહાર પરીક્ષા લેવી જોઇએ. તેને બેકફૂટ પર રાખો અને ભૂલ કરવા મજબૂર કરો. અંદરની તરફ સ્વિંગ બોલિંગ તેની સામે એટલી અસરકારક નહીં રહે. તમે લાળનો ઉપયોગ કરી શકવાના નથી. જો વિકેટ જીવંત હશે તો બોલ સ્વીંગ થશે. નહીંતર બોલ બહુ સ્વીંગ થશે નહીં. વિકેટ પર ઘાસ હશે કે નહીં, તેની ખબર નથી. હાલ આપણું ઝડપી બોલિંગ આક્રમણ શ્રેષ્ઠ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer