ટીમ ઇન્ડિયાની નવી જર્સી 80ના દશકા જેવી

નવી દિલ્હી, તા. 24 : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શુક્રવારથી શરૂ થઈ રહેલી વન ડે શ્રેણીની ઠીક પહેલા ટીમ ઇન્ડિયાને નવી જર્સી મળી ગઈ છે. ટીમના આક્રમક ઓપનર શિખર ધવને ટ્વિટર પર નવી જર્સીમાં તેની તસવીર ચાહકોને શેર કરી છે. તેણે લખ્યું છે કે નવી જર્સી, નવો ઉત્સાહ. અમે છીએ તૈયાર. આ જર્સી 80ના દશકા દરમિયાન જેવી છે. ટીમ ઇન્ડિયા આ નવી જર્સીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેદાને પડશે. તેનો રંગ નેવી બ્લૂ છે અને લોઅર (પેન્ટ)નો રંગ પણ એવો જ હશે. ભારતીય ટીમ આવી જર્સી 80ના દશકામાં પહેરતી હતી. 1992ના વર્લ્ડ કપમાં પણ ટીમ ઇન્ડિયા આવી જર્સીમાં જોવા મળી હતી.  અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ટીમ ઇન્ડિયાના નવા કિટ સ્પોન્સર હાલામાં જ મળ્યા છે. ટીમની સ્પોન્સર હવે ઓનલાઇન ગેમ કંપની એમપીએલ છે. જર્સી પર તેનો લોગો હશે. સાથે ટીમ સ્પોન્સર બાયજૂસનો પણ લોગો હશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer