વરસાણા-અંજાર માર્ગ ફરી હાથ પર લેવા બદલ રાજ્યમંત્રીનો આભાર

અંજાર, તા. 24 : અંજારને માટે ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય એવું વરસાણા-અંજાર-ભુજ રસ્તાને ચાર માર્ગીય કરવાનું કામ ફરીને હાથ પર લેવાનું છે તે માટે અંજાર વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી વાસણભાઈ આહીરને અંજાર આઈડેન્ટિટી મિશને અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો. વાસણભાઈએ આ વરસાણા અંજાર રસ્તાનો સમાવેશ કરવા માટેની રજૂઆત અંદાજે વીસેક વરસ પહેલાં કરેલી ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગના કેન્દ્રના અધિકારી ખુશવંતસિંહ કચ્છની મુલાકાતે આવ્યા હતા. ત્યારે આ રજૂઆતમાં રસ્તાનું મહત્ત્વ અને ટેકનિકલ સાઈડ માટે અમારી સંસ્થાના પ્રમુખ એલ.વી. વોરા પણ તેમની સાથે રહ્યા હતા. વરસો બાદ આ માગણી મંજૂર થઈ અને વરસાણા-અંજાર ભુજ ધર્મશાળા રસ્તાને નેશનલ હાઈવે તરીકે જાહેર કરાયો અને જમીન સંપાદનની કાર્યવાહી અને એજન્સી નક્કી થઈ પરંતુ કોઈ કારણસર એજન્સી ખસી જતાં આ પ્રોજેક્ટ પડતો મૂકવાનો થયો પણ રાજ્યમંત્રી વાસણભાઈએ શિપિંગમંત્રી મનસુખભાઈ માંડવિયાને રજૂઆત કરી અને હવે આ રસ્તાનું કામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ હાથ પર લેશે એમ નક્કી થયું. આ માટે મંત્રી શ્રી આહીર અને મનસુખભાઈ માંડવિયાનો અંજાર આઈડેન્ટિટી મિશને વ્યક્ત કર્યો હોવાનું ભરત ઠક્કરની યાદીમાં જણાવાયું છુ. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer