ભુજની નશાબંધી કચેરીમાં આરોગ્ય પરમિટની કામગીરી શરૂ?કરવા માંગ

ભુજ, તા. 24 : અહીંની નશાબંધી કચેરીમાં છેલ્લા દોઢેક માસથી બંધ પડેલી આરોગ્ય પરમિટની કામગીરી તાત્કાલિક શરૂ કરવા કચ્છ જિલ્લા હેલ્થ પરમિટ એસોસિયેશને નિયામક નશાબંધી અને આબકારી ખાતું ગાંધીનગર સમક્ષ માંગ કરવામાં આવી છે. કચ્છ જિલ્લા હેલ્થ પરમિટ એસો.ના પ્રમુખ નરેશ વચ્છરાજાનીએ પત્રમાં કરેલી માંગ મુજબ આ કચેરીના અધિકારી આઠેક દિવસથી બીમાર છે, તો ઇન્ચાર્જ અધીક્ષકને આ કામગીરી માટે મનાઇ ફરમાવવામાં આવી છે જેના કારણે 300થી 400 અરજી પડતર પડી છે. તેથી ઇન્ચાર્જ અધિકારી દ્વારા પરમિટ ઇસ્યુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer