લઘુતમ પારો ઊંંચકાતાં ઠંડીમાં મળી રાહત

ભુજ, તા. 24 : છેલ્લા પાંચેક દિવસથી જિલ્લામાં અનુભવાઇ રહેલા ઠંડીના ચમકારામાં આજે ઊંચકાયેલા પારાએ રાહત આપી હતી. નલિયામાં ચાર દિવસ બાદ પારો આજે ડબલ ડિજિટમાં પહોંચ્યો હતો, તો રાજ્યના ઠંડા મથકોમાં નલિયા ગાંધીનગર-અમરેલી બાદ ત્રીજા ક્રમે  પહોંચ્યું હતું. નલિયામાં 11.8, કંડલા (એ)માં 13.2, કંડલા પોર્ટમાં 14.3, ભુજમાં 16.2, ખાવડામાં  14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્તમ પારો 29થી 31 ડિગ્રી વચ્ચે રહેતાં દિવસે  હૂંફાળો માહોલ અનુભવાયો હતો.પહાડી રાજ્યોમાં હિમવર્ષાની અસરથી બે-ત્રણ દિવસમાં?ફરી એકવાર ઠંડીની ચમક અનુભવાય તેવો વર્તારો હવામાન વિભાગે આપ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer