કચ્છમાં સંત શિરોમણિ જલારામબાપાની જન્મજયંતીની ભાવભેર ઉજવણી

કચ્છમાં સંત શિરોમણિ જલારામબાપાની જન્મજયંતીની ભાવભેર ઉજવણી
ભુજ, તા. 21 : `દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ'ના સૂત્રને સાર્થક કરનારા સંત શિરોમણિ જલારામબાપાની 221મી જન્મજયંતીની કચ્છભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂજા-અર્ચન, ભજન-કીર્તન, આરતી, સાઈકલ રેલી, જરૂરિયાતમંદોને ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભુજ લોહાણા મહાજન દ્વારા પ્રમુખ કિરણભાઈ ગણાત્રાના નેતૃત્વમાં કોવિડ-19ની પરિસ્થિતિને અનુલક્ષીને ભક્તિભાવથી સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત દરિયાસ્થાન મંદિર ચોક ફળિયા ખાતે સવારે પૂ. જલારામબાપાની શાસ્ત્રોક્ત વિધિથી પૂજનવિધિ મુખ્ય દાતા યજમાન સ્વ. નાથાબેન શંકરલાલ કેસરિયા પરિવારના શાંતિલાલ કેસરિયા, શશિકાંતભાઈ કેસરિયા, મહેશભાઈ કેસરિયા પરિવાર, સ્વ. ખીમજીભાઈ ખેરાજભાઈ દાવડા પરિવાર હસ્તે અજયભાઈ દાવડા, યોગેશભાઈ દાવડા, જિજ્ઞેશભાઈ દાવડા પરિવારના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી. આચાર્યપદે દિપેશભાઈ જોષી રહ્યા હતા. હાંડલા ગરબી મિત્ર મંડળના ભાઈઓ દ્વારા પૂજનવિધિ, મહાઆરતી અને પ્રસાદની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી તેવું મંત્રી સતીશભાઈ શેઠિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત ભુજના અલગ-અલગ વિસ્તારમાં 3000 વ્યક્તિઓને મિષ્ટાન્ન સહિતના ભોજન પ્રસાદનું વિતરણ દાતા મહાજનના ઉપપ્રમુખ નવીનભાઈ (વસંતભાઈ) મનજીભાઈ આઈયા તરફથી કરવામાં આવ્યું હતું. સાંજે 4 વાગ્યે સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રઘુવંશીનગર રાવલવાડી રિ. સાઈટ ખાતે સવારે દાતા પરિવારના શામજીભાઈ ઠક્કર નરેડીવાળા પરિવારના હંસાબેન સુરેશભાઈ ઠક્કર દંપતીએ પૂજા-અર્ચના કર્યા હતા. ત્યારબાદ જલારામ મંદિર ઉ. ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશ ઠક્કરની આગેવાની તળે દાતા પરિવારના સભ્યો દ્વારા મહાઆરતી યોજવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટનાં હિતેશ ઠક્કર, વિરાગ શેઠ, હરેન્દ્ર ઠક્કર, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ રશ્મિકાંત ઠક્કર, સંજય ઠક્કર, રશ્મિકાંત ઠક્કર, ભરતભાઈ રાજદે વિગેરે હાજર રહ્યા હતા. પૂજનવિધિ મંદિરના પૂજારી-અમિત મારાજ દ્વારા તથા ભજન-કીર્તન-પ્રવીણભાઈ ઉદેચા દ્વારા કરવામાં આવ્યા હતા. સંચાલન ટ્રસ્ટના મંત્રી દિલીપ ઠક્કર દ્વારા તથા પાર્થ પૂજારા તથા રાજુભાઈ ઠક્કર દ્વારા સૂકા પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. માનવ જ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ પલારા-કચ્છ દ્વારા ગરીબોના ઝૂંપડે-ઝૂંપડે જઈ મહાપ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો.  આ પ્રસંગે કપિરાજ હનુમાન મંદિર-મિરજાપર દ્વારા જરૂરતમંદ 300 લોકો માટે તૈયાર ભોજન માનવ જ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં સંસ્થાએ જલારામબાપાનો મહાપ્રસાદ ગરીબોના ઝૂંપડે ઝૂંપડે પહેંચાડયો હતો. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, હરસુખભાઈ ચૌહાણ, દિપેશ શાહ, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, અક્ષય મોતા અને ઈરફાન લાખાએ સંભાળી હતી.  કોટડા (ચકાર) : કોટડા, વરલી, રેહા, હાજાપર પંથકના લોહાણા સમાજે જલારામ જયંતીની સાદાઈથી ઉજવણી કરી મહાઆરતી, સૂકો પ્રસાદ વહેંચી કોરોના મહામારીથી દેશને બચાવવા પ્રાર્થના કરી હતી.  સમાજના મહેન્દ્ર ઠક્કર, મુકેશ ઠક્કર તેમજ વિનોદભાઈ ઠક્કર, મેહુલ મનુભાઈ પ્રજાપતિ, ચંદુલાલ શિવજી વગેરેએ સહયોગ આપ્યો હતો. દેશલપર (વાં) (તા. ભુજ) : અહીંના રામ મંદિરે રઘુવંશી સમાજ દ્વારા સંધ્યાપાઠ, ભજન સત્સંગ-પૂજન આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સંધ્યાપાઠ, સત્સંગ, ભજનના પદો જીતુભાઈ ભગતે રજૂ કર્યા હતા. બાદ પૂજન આરતી યોજાયા હતા. આરતી પૂજન પૂજારી સંજયગિરિ ગોસ્વામીએ સંપન્ન કરાવ્યા હતા. અંજાર લોહાણા મહાજન અને જલારામ સત્સંગ મંડળ દ્વારા ભક્તિભાવે સરકારના નિયમો અનુસાર સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી.પૂ. બાપાના મંદિરે પૂજન અર્ચન વિધિ મહાજનના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, લતાબેન ઠક્કર અને મંદિરના ખજાનચી મહેશભાઈ દાવડા, મંજુલાબેન દાવડાના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી. વિધિ મનમોહનભાઈ પંડયા મહારાજે કરાવી હતી.આ પ્રસંગે સંજયભાઈ દાવડા, મહેન્દ્રભાઈ કોટક, રમણીકલાલ પાદરાઈ, જગદીશ માથકિયા, હરેશ દક્ષિણી, હીરાલાલ પરબિયા, દિલીપ પલણ, રાજા દક્ષિણી, મનોજ ભીન્ડે, જતિન પલણ, ચેતન વોરાણી, દિલીપ માણેક, હરેશ વોરાણી, ભગવાનજી ગંધા, દિનેશ પાદરાઈ, દિલીપ દૈયા, શાન્તાબેન ઠા., અલ્પાબેન દક્ષિણી, પ્રવીણાબેન ઠા., સાવિત્રીબેન કોડરાણી વગેરેએ લાભ લીધો હતો. સૂકો પ્રસાદ કુન્દનભાઈ લાલજી પરબિયા પરિવાર દ્વારા અપાયો હતો. અંજાર લોહાણા સ્વયંસેવક મંડળ દ્વારા ઝૂંપડપટ્ટી, ગરીબ વિસ્તારોમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવી દુધઈ (તા. અંજાર) : જલારામબાપાની જન્મ જયંતીની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. હાલ ચાલી રહેલી કોરોના મહામારીના હિસાબે માત્ર મહાઆરતી સાથે સૂકો પ્રસાદ રખાયો હતો. માંડવી લોહાણા મહાજન દ્વારા સવારે પૂજન સાવિત્રીબેન ચોથાણી પરિવાર, સ્વ. પુરુષોત્તમ શંકરલાલ ભીન્ડે પરિવાર અને સુરેશ રામજી ઠક્કર પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ ગોકુલભાઈ તન્ના, રમણીકભાઈ રાયચંદા, પ્રવીણભાઈ પોપટ, દિલીપભાઈ ઠક્કર, કિશોરભાઈ ભીન્ડે, મહેન્દ્રભાઈ ચોથાણી, અનિલભાઈ તન્ના, નિદીતભાઈ ભીન્ડે, હિરેનભાઈ સોનેતા, ડો. અદિત્યભાઈ ચંદારાણા, જયેશભાઈ સોમૈયા, લોહણા મહિલા મંડળના બહેનો તથા લોહાણા યુવક મંડળના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક લોહાણા કુટુંબના ઘેર-ઘેર પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાંજે કીર્તન તથા મહાઆરતીનું આયોજન મૂલેશ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. રામપર (વેકરા) (તા. માંડવી) ખાતે આવેલા કમાસતી માતાજી, ગંગાજી તથા હરિતપોવન  ગુરુકુળના સમીપે આવેલા જાણીતા યાત્રાધામ જલારામ ધામ ખાતે સ્થાપક પ્રમુખ દામજીભાઈ દેવજી લીંબડાના સાંનિધ્યમાં ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે સરકારની કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ જલારામ જન્મ જયંતી ઉત્સવ સમિતિએ આયોજન કર્યુ હતું, જેમાં તમામ ભાવિકોને માસ્ક પણ અપાયા હતા. સવારે પૂજન, અર્ચન બાદ જિજ્ઞેશ સુતારના સ્મરણાર્થે માતા પાર્વતીબેન ધનજીભાઈ સતાર (મેઘપર હાલે લંડન) દ્વારા સૂકા પ્રસાદનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં સ્થાપક ટ્રસ્ટી દામજીભાઈ લીંબડા તથા ટ્રસ્ટી મંડળના લાલજીભાઈ કેરાઈ, લખમણ છભાડિયા, જગદીશ ચોથાણી, શિવુભા જાડેજા, રામજીભાઈ મજેઠિયા, મુકેશભાઈ ઠક્કર, જગદીશ ઠક્કર, ગિરીશ ઠક્કર, પ્રકાશ ઠક્કર, મનજી લાલજી સુરજિયાણી તથા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંઘાર, ધારાસભ્ય કાર્યાલયના વિનોદભાઈ થાનકી, દિનેશભાઈ ખત્રી, અગ્રણી વલ્લભજીભાઈ છાભૈયા, અનિલ ગઢવી વિગેરે આગેવાનોએ દર્શનનો તથા આરતીનો લાભ લીધો હતો. મુંદરા : લોહાણા મહાજન દ્વારા પરંપરાગત રીતે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે દરિયાસ્થાન મંદિરે બાપાનું પૂજન, અર્ચન ચૈતાલીબેન અભિષેકકુમાર ઠક્કર તથા હંસાબેન પ્રહલાદ રૂપારેલ દંપતી દ્વારા કરાયું હતું. મંદિરના પૂજારી જગદીશભાઈ પંડયાના શાત્રીપદે ધ્વજા બદલી પૂજા, અર્ચન, આરતીના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાંજે દરિયાસ્થાન મંદિરે યોજાયેલી મહાઆરતીમાં ભાવિકો ઊમટી પડયા હતા. આ તકે મહાજનના પ્રમુખ કપિલ કેસરિયા, ઉપપ્રમુખ હરેશ ઠક્કર, મંત્રી અમૂલ ચોથાણી, તેમજ સમાજના મોવડીઓ સુરેશ ઠક્કર, કિશોર ચોથાણી, રાજેન્દ્ર ચોથાણી, રાજેન્દ્ર ઠક્કર, તુલસીદાસ રાયમંગ્યા, ચેતન ચોથાણી, વસંત ઠક્કર, વૈશાલીબેન ઠક્કર, ફાલ્ગુનીબેન શેઠિયા વિ. ઉપસ્થિત રહ્યા હતા. સમાજના વ્યવસાયિક પ્રતિષ્ઠાન બપોર બાદ બંધ રહ્યા હતા. સૂકા પ્રસાદના દાતા માટે સ્વ. નરશીરામ દામજી ઠક્કર પરિવારનો સહયોગ સાંપડયો હતો. નખત્રાણા : અહીંના સાંઈ-જલારામ મંદિરે જન્મ જયંતીની ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહાણા મહાજન દ્વારા પ્રમુખ રાજેશભાઈ પલણના રાહબર હેઠળ દરિયાલાલ-જલારામ જૂના મંદિરે પૂજારી રમેશભાઈ મારાજે આરતી-પૂજનવિધિ શાત્રોક્ત વિધિવત સંપન્ન કરાવી હતી. જ્યારે આનંદનગર કોલોની સ્થિત સાંઈ જલારામ મંદિરે પૂજારી ભગવાનદાસ મારાજના સાંનિધ્યમાં ધ્વજારોહણ, પૂજન, આરતી, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક યોજાયા હતા. આરતી-પૂજન બાદ પ્રસાદીના પાર્સલ વિતરણ કરાયા હતા.મંત્રી નીતિનભાઈ ઠક્કર, યુવક મંડળના પ્રમુખ પરેશ બારૂ, અગ્રણીઓ મેહુલ દાવડા, પ્રકાશભાઈ આથા, રમેશ રાજદે, સંદીપ પલણ, આકાશ ઠક્કર, જિજ્ઞેશ પલણે વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન મેહુલ દાવડાએ કર્યુ હતું. અગ્રણીઓ તા.પં. પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા પંચાયત સા.ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલા, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, પ્રાગજીભાઈ અનમ ઉપસ્થિત રહ્યા હતા. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે કોરોના મહામારીના કારણે સરકારી ગાઈડ લાઈન મુજબ જલારામ જયંતીની ઉજવણી કરાઈ હતી. સવારે જ્ઞાતિના યુગલો દ્વારા જલારામ મંદિર ખાતે પુ. જલારામબાપાનું પૂજન શાત્રોક્ત વિધિથી કરાયું હતું. સાંજે સત્સંગ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. લોહાણા મહિલા મંડળ, યુવક મંડળ, વગેરેનાં સહયોગથી ઉજવણી કરાઈ હતી. મુકુન્દ મહારાજે શાત્રોક્ત વિધિ કરાવી હતી. કોઠારા (તા. અબડાસા) ખાતે સવારે પૂજન, મહાઆરતી, સાંજે દાંડિયારાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. લોહાણા યુવક મંડળ દ્વારા દાતા રવિલાલ હંસરાજ કટારિયાના સહયોગથી મહાપ્રસાદની વ્યવસ્થા ગોઠવાઈ હતી. કોરોનાં મહામારીનાં કારણે સરકારી ગાઈડલાઈન મુજબ જલારામ જયંતી ઉત્સવ સાદાઈથી ઊજવાયો હતો. મુલુન્ડ : હેપ્પી ફ્રીજ દ્વારા જલારામ જયંતીના અવસરે ખીચડી-કઢીનો પ્રસાદ ગોળપાપડી સાથે કંટેનર પેકિંગમાં આપવામાં આવ્યો હતો. સવારે મુલુન્ડ પશ્ચિમ એમ.જી.  રોડ, ચંદનબાગ લેનમાં સુરેશચંદ્ર ગોવિંદજી ચોક નજીક પૂ. જલારામબાપાની છબી સમીપ આરતી, ધૂન અને તેમના નામનો જયઘોષ કરવામાં આવ્યો હતો. જેમાં મંજુલાબેન, પ્રવીણભાઈ, કશ્યપભાઈ, લાલજી સર, ધર્મેન્દ્રભાઈ, હર્ષિદાબેન, ગૌતમભાઈ વગેરે ભાવિકજનો જોડાયા હતા. મહેશ મોતા, દિલીપભાઈ ધલ, હમારા મુલુન્ડના તંત્રી બિપિનભાઈ પંચાલ, સમાજ શ્રેષ્ઠી હીરાલાલભાઈ મૃગ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા. બાદરગઢ પાટિયા ખાતે જલારામ સત્સંગ સેવા મંડળ દ્વારા સવારે સત્સંગ ધૂન, પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બપોરે 12 કલાકે બાપાની સંગીતમય સમૂહ મહાઆરતી અને સૂકા પ્રસાદનું વિતરણ કરાયું હતું. ભચાઉ : લોહાણા મહાજન દ્વારા અત્રે માંડવી ચોક સ્થિત દરિયાસ્થાન મંદિરે મહાજન પ્રમુખ ભરતભાઈ ઠક્કરની અધ્યક્ષતામાં સાંજે પૂ. બાપાનું શાત્રોક્તવિધિ સાથે મંત્રોચ્ચાર સહિત પૂજન અર્ચન હારતોરા મંદિર શણગાર રોશની સાથે કરાયું હતું. કોરોનાને લઈ બાકીના તમામ કાર્યક્રમો બંધ રહ્યા હતા. સ્વ. નાગજી જીવરાજ ઠક્કર પરિવારજનો દ્વારા સેવ બુંદીનો પ્રસાદ અપાયો હતો. ઉપપ્રમુખો અંબાલાલ ચંદે, મંત્રી અશ્વિનભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રસાદના દાતા પરિવારના પ્રકાશ નાગજીભાઈ ઠકકરનું લોહાણા મહાજન તરફથી બહુમાન કરાયું હતું. ઘંટી ચોક સ્થિત સ્વ. અરજણ કાનજી પૂજારા દ્વારા પૂ. જલારામ મંદિરે દિવસભર જ્ઞાતિજનો, જલારામ ભકતોએ દર્શન કર્યા હતા. શિવશક્તિ નવરાત્રિ મંડળ દ્વારા આરતી, પૂજન બાદ બુંદીનો પ્રસાદ અપાયો હતો. મંગલેશ્વર મંદિરે પૂ. બાપાની અને ફૂલવાડીમાં કોટક પૂજારા પરિવારના દેવસ્થાન સંકુલમાં આવેલા પૂ. બાપાના મંદિરે અને રામવાડીના જલારામ મંદિરે પણ દર્શનાર્થીઓએ હાજરી આપી બાપાની  અર્ચના કરી હતી. લોહાણા સમાજે આખો દિવસ પોતાના કામ-ધંધા બંધ રાખ્યા હતા. આ પ્રસંગે શંભુલાલ વેલજી ઠકકર, જલારામ ઠક્કર, ઈશ્વરલાલ ઠક્કર હાજર રહ્યા હતા. પૂજારી સાધુરામે આશિષ પાઠવ્યા હતા. સામખિયાળી લોહાણા મહાજન દ્વારા મહાજન પ્રમુખ રમેશભાઈ પીતાંબર ઠક્કરના અધ્યક્ષસ્થાને સાદાઈથી સરકારની ગાઈડલાઈન મુજબ મહાજનવાડીમાં બપોરે પૂ. બાપાની ચિત્ર પ્રતિમાનું પૂજન, અર્ચન આરતી કરાઈ હતી. ભોજન પ્રસાદના દાતા નટવરલાલ મોહનલાલ કારીઆનું મહાજનશ્રીએ સન્માન કર્યુ હતું. ઉપપ્રમુખ જયેન્દ્ર ઠક્કર, માજી પ્રમુખ ધીરૂભાઈ ઠક્કર, દિનેશભાઈ ગંધા, ધનસુખભાઈ ઠક્કર વગેરે હાજર રહ્યા હતા. દિવસભર લોહાણા સમાજે કામ-ધંધા બંધ રાખ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer