મદનપુરા ખાતે ઘોડાદોડની સ્પર્ધા યોજાઇ : વિજેતા ઇનામથી નવાજાયા

મદનપુરા ખાતે ઘોડાદોડની સ્પર્ધા યોજાઇ : વિજેતા ઇનામથી નવાજાયા
કોડાય (તા. માંડવી), તા. 21 : આ ગામ અશ્વપ્રેમીઓ માટે જાણીતું છે. આ ગામે 25 અશ્વપાલકો ઘોડાઓનું જતન કરી રહ્યા છે. કોડાયના જોડિયા ગામ મદનપુરા ખાતે દાતા કાનજી વિશ્રામ રંગાણી પરિવાર દ્વારા અશ્વદોડની હરીફાઇ  યોજાઇ હતી. આ પરિવાર દ્વારા 4 વર્ગની હરીફાઇમાં વિજેતા અશ્વોને ઇનામ આપવામાં આવ્યા હતા. દાતા પરિવારના ચીમનભાઇ રંગાણી, રમેશ રામજિયાણી, મહેન્દ્રસિંહ જાડેજા (સદસ્ય, તા.પં.), પૂર્વ સરપંચ વિરલ જોશી, ફરાદીના ઉપસરપંચ સમીરસિંહ જાડેજા સહિત આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. આ અશ્વદોડમાં કચ્છભરના અશ્વો જોડાયા હતા. સંચાલન મોહિત મારાએ કર્યું હતું. મુકેશ રંગાણી અને દીપક રંગાણીએ આભાર વ્યક્ત કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer