આર્થિક નબળા દર્દીઓ હોસ્પિટલના નામથી ડરે નહીં તેવા પ્રયાસ છે

આર્થિક નબળા દર્દીઓ હોસ્પિટલના નામથી ડરે નહીં તેવા પ્રયાસ છે
ભુજ, તા. 21 : સ્વ. અરજણભાઈ આહીરનાં સ્વપ્નને પૂર્ણ કરવા ટ્રસ્ટના માધ્યમથી ભુજમાં શરૂ કરાયેલી શ્યામ મેડિકેર હોસ્પિટલમાં પાંચ સરકારી યોજનાના આરંભે એલસીસી ગ્રુપના એમ.ડી. અરજણભાઈ રબારીએ જણાવ્યું હતું કે આર્થિક નબળા દર્દીઓ હોસ્પિટલના નામથી ડરે નહીં તેવા પ્રયાસ છે. એલ.સી.સી. ગ્રુપના એમ.ડી. અરજણભાઈ રબારી તથા ડિરેકટર લાલજીભાઈ આહીરની ઉપસ્થિતિમાં લોકગાયિકા ગીતાબેન રબારીએ દીપ પ્રાગટય કરી ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો હોસ્પિટલના આકસ્મિક ખર્ચાના ભય વગર આ યોજનામાં સારવાર કરાવે તેવી માહિતી પૂરી પાડી આ હોસ્પિટલ અને ટ્રસ્ટ જોડે તે હંમેશાં જોડાયેલા છે તથા કોઈ દર્દીને મદદ માટે હંમેશાં તે આ ટ્રસ્ટ સાથે રહેશે તેવું જણાવ્યું હતું. લાલજીભાઈએ જણાવ્યું કે, તેમના પિતા અરજણ બાપાનાં સ્વપ્ન પૂર્ણ કરવા આ હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું. જે ટ્રસ્ટનાં માધ્યમથી તથા જેમલભાઈ રબારી અને મિતેષભાઈ આહીરના કારણે પૂર્ણ થઈ રહ્યુyં છે. પાંચ સરકારી મફત યોજનાનો આરંભ કરાયો તેમાં આયુષ્માન કાર્ડ - જેમાં મા કાર્ડ યોજના અંતર્ગત ત્રીરોગ, હાડકાંના રોગો, જનરલ ઓપરેશન, બાળકોને લગતા રોગો, તાવ, શરદી, ડાયાબિટીસ વગેરે, બાલસખા યોજનામાં નવજાત શિશુને પેટીમાં રાખવાની, ચિરંજીવી યોજના હેઠળ બી.પી.એલ. કાર્ડધારક ગભર્વતી ત્રીની પ્રસૂતિ, સોનોગ્રાફી યોજનામાં ગર્ભાવસ્થા દરમ્યાનની સોનોગ્રાફી, આ ઉપરાંત વાહન અકસ્માત યોજના અંતર્ગત દર્દીને 48 કલાક સુધી તમામ સારવાર મફત કરી અપાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer