કોરોનાના વધતા જતા કેસ સામે માંડવીમાં તંત્રની કડકાઈ

કોરોનાના વધતા જતા કેસ સામે માંડવીમાં તંત્રની કડકાઈ
માંડવી, તા. 21 : કોરોનાના વધતા જતા કેસ સામે ફરી તંત્રએ જાણે લાલ આંખ કરી હોય તેમ નગરપતિ મેહુલભાઈ શાહના તથા કારોબારી ચેરમેન દિનેશ હિરાણીના માર્ગદર્શન મુજબ આજે માંડવીના વિન્ડફાર્મ બીચ ઉપર ફરવા આવનાર લોકો જે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હતા તેઓને તેમજ માસ્ક પહેર્યા વગર બીચ ઉપર આવતા લોકોને સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સૂચના અપાઈ હતી. આ કામગીરીમાં નિયમોનું પાલન ન કરનાર લોકો પાસેથી નિયમ અનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવી. આ કામગીરીમાં નગરપતિ ઉપરાંત મામલતદાર નિલમ્બીકાબેન બારડ, પોલીસ વિભાગના ગોપાલભાઈ ગઢવી, રમેશ પટેલ તેમજ નગર સેવા સદનના કાનજીભાઈ શીરોખા, મુકેશભાઈ ગોહિલ, રમેશભાઈ ઝાલા, મનજીભાઈ પરમાર વિગેરે જોડાયા હતા. દરમ્યાન નગરપતિ શ્રી શાહે જણાવ્યું કે, આવતીકાલે આરોગ્ય ખાતાની ટીમના સહયોગથી વિન્ડફાર્મ બીચ ઉપર કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવશે તેમજ લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા સાબુથી હાથ ધોવા પણ સમજાવાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer