પિતાનાં નિધન છતાં ઓસ્ટ્રેલિયાથી પાછા ન ફરેલા સિરાઝની પ્રશંસા

ફકોલકાતા, તા. 21 : ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ સિરાઝના પિતા મોહમ્મદ ગૌસનું આજે ફેફસાંની બીમારીથી 53 વર્ષની વયે નિધન થયું હતું. શોકમગ્ન પરિવાર પાસે ભારત પાછા ફરવાનો વિકલ્પ બીસીસીઆઇ તરફથી અપાયો હતો, પરંતુ `રાષ્ટ્રીય કર્તવ્ય'ને આદર આપી તેણે ઓસ્ટ્રેલિયામાં જ રોકાઇ?રહેવાનો ફેંસલો કર્યો હતો.બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જીવનની ભારે આઘાતજનક ઘટના વચ્ચેય રિક્ષાચાલક પિતાનું છત્ર?ખોનાર સિરાઝના મજબૂત મનોબળને બિરદાવ્યું હતું.એક ક્રિકેટરના રૂપમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન સિરાઝને સફળતા મળે તેવી શુભેચ્છા આપું છું તેવું ગાંગુલીએ જણાવ્યું હતું.ક્રિકેટર તરીકે સિરાઝની સફળતામાં તેના પિતાનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. સીમિત સંશાધનો છતાં તેમણે પુત્રને ક્રિકેટર બનવા પ્રોત્સાહિત કર્યો હતો. આઈપીએલમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો સભ્ય છે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ સિરાઝ પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ નહીં શકે. ઓસ્ટ્રેલિયા પહોંચેલી ભારતીય ટીમ હાલ 14 દિવસના આઈસોલેશનમાં છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer