તમામ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા કેન્દ્રની સૂચના

નવીદિલ્હી,તા.21: દેશમાં કોરોનાનાં કેસમાં ફરી આવેલા તેજ ઉછાળાને પગલે કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યો અને કેન્દ્રીય પ્રદેશોને પોતાને ત્યાં ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા અને યુરોપનાં દેશોમાં દૈનિક કેસોમાં સતત ઉછાળાને ધ્યાને લેતા ભારતમાં આ રોગચાળાને કાબૂમાં રાખવા માટે તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યોની કોરોનાની સ્થિતિ ધ્યાને રાખતાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ટેસ્ટીંગ વધારી દેવા માટે કહેવામાં આવેલું છે. મધ્ય જાન્યુઆરીમાં ભારતે કોરોનાનાં ટેસ્ટીંગ શરૂ કર્યા હતાં અને ત્યારથી અત્યાર સુધીમાં દેશ પ્રતિદિન 10 લાખ ટેસ્ટ સુધી પહોંચી ગયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer