ગુજરાતમાં કોરોના બેકાબૂ ; સૌથી વધુ 1515 કેસ

અમદાવાદ, તા. 21 : ગુજરાતમાં કોરોનાનો દિવાળી બાદ વિસ્ફોટ થયો છે. રાજ્યમાં 243 દિવસ પછી અત્યાર સુધીના સૌથી વધુ 1515 કોરોના કેસ નોંધાતા કુલ કેસનો આંક 1.96 લાખ નજીક અર્થાત 195917 થયો છે. વિતેલા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં 9 કોરોના દર્દીના મોત નોંધાતાં મૃત્યુ આંક 3846 થયો છે. જ્યારે વિતેલા 24 કલાક દરમ્યાન 1278 સાજા થતાં ડીસ્ચાર્જ દર્દીઓનો આંક 1,78,786 પર પહોંચ્યો છે. 30 જૂન બાદ અમદાવાદમાં આજે સૌથી વધુ 373 કોરોના કેસ નોંધાયા છે. બીજી બાજુ સુરતમાં 262, વડોદરામાં 164, રાજકોટમાં 137, ગાંધીનગરમાં 89, જામનગરમાં 41, ભાવનગરમાં 19, જૂનાગઢમાં 20, બનાસકાંઠામાં 55, મહેસાણામાં 53, પાટણમાં 51, કચ્છમાં 30 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 5, સુરતમાં 2 જ્યારે ગીર સોમનાથ અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયા છે.  વિતેલા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં કુલ 70,788 લેબોરેટરી ટેસ્ટ કરાતા ગુજરાતમાં કુલ લેબોરેટરી ટેસ્ટ 71,71,445 થયા છે. હજુ તો ગુજરાતમાં વસતીના ધોરણે 11 ટકા પણ લેબોરેટરી ટેસ્ટ થયા પામ્યા નથી. ગુજરાતમાં હાલ 13285 એકિટવ કેસ છે જેમાં 95 વેન્ટિલેટર પર છે. આશ્ચર્યની વાત એ છે કે ત્રણ રોજ ગુજરાતના તમામ જિલ્લામાં થઇને 4.94 લાખ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇન હતા પરંતુ આજે ગુજરાતમાં અત્યાર સુધીના સર્વોચ્ચત્તમ કેસ નોંધાયા હોવા છતાં પણ ક્વોરેન્ટાઇન દર્દીનો આંક ઘટીને 4,86,806 થયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer