ડ્રગ્સ કેસ : કોમેડિયન ભારતી અને પતિ હર્ષની ધરપકડ

મુંબઈ, તા. 21 : બોલીવૂડમાં ડ્રગ્સ પ્રકરણની તપાસ કરી રહેલી નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે શનિવારની સવારે દરોડો પાડતાં ગાંજા સહિત ડ્રગ્સ મળ્યા પછી કોમેડિયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાસિયાની ધરપકડ કરી હતી. કલાકો સુધી દરોડાની કાર્યવાહીના અંતે ડ્રગ્સ મળી આવતાં એનસીબી ટીમ કલાકાર દંપતીને પકડીને સાથે લઈ ગઈ હતી. એનસીબી, મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેખે જણાવ્યું હતું કે, ભારતી અને તેના પતિ હર્ષની નશીલા પદાર્થ ઘરમાં રાખવા બદલ પૂછપરછ માટે ધરપકડ કરાઈ છે.ઉલ્લેખનીય છે કે, બોલીવૂડમાં ડ્રગ્સની તપાસની લપેટમાં અનેક સિતારા આવી ચૂક્યા છે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ તેની મિત્ર રહેલી રિયા ચક્રવર્તીથી તેની શરૂઆત થઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer