ગાંધીધામમાં મકાનમાંથી પોલીસે 25 હજારનો દારૂ ઝડપી પાડયો

ગાંધીધામ, તા. 21 : શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં એક મકાનમાં પોલીસે દરોડો પાડી  રૂ.25,200ના અંગ્રેજી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે  નવી સુંદરપુરી  બારોટ વાસ, રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલા મકાનમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. પોલીસે આ મકાનમાંથી ભારતીય બનાવટનો અંગેજી  દારૂ એપિસોટ ગોલ્ડ વ્હીસ્કીની બોટલો  ભરેલી બે પેટી જેમાં બોટલ નં.24 કિ. રૂ.8400 તથા અગલ-અલગ બ્રાન્ડના બીયર નં. 168 કિ. રૂા.16,800 સાથે કુલે રૂ.25,200નો મુદામાલ કબ્જે લીધો હતો. આ દરોડોમાં આરોપી ઉત્તમસિંગ મગાભાઈ રાજપૂત પકડાયો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. મકાનમાંથી મળી આવેલો દારૂનો જથ્થો કોની પાસેથી મેળવ્યો હતો ? આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યકિત સામેલ છે કેમ ? સહિતની દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer