છસરાનો શખ્સ ગેરકાયદે દેશી બંદૂક સાથે ઝડપાયો

ભુજ, તા. 21 : મુંદરા તાલુકાના છસરા ગામની સીમમાંથી ગામના અશોક રેવા સથવારાને સ્થાનિક મુંદરા પોલીસે સિંગલ નાળ દેશી બંદૂક સાથે પકડી પાડી તેની સામે હથિયારધારા તળે ગુનો દાખલ કર્યો હતો. બાતમીના આધારે પોલીસ ટુકડી છસરાની સીમમાં આરોપીને ઝડપી તેની પાસેથી આ પરવાના વગરનું દેશી બનાવટનું હથિયાર કબજે કર્યું હતું. આરોપી પાસે આ શત્ર કયાંથી અને કયા હેતુસર આવ્યું તેના સહિતની વિગતો પોલીસ પૂછતાછમાં મેળવી રહી હોવાની વિગતો સતાવાર સાધનોએ આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer