1800 પ્રા. શિક્ષકોની કામગીરીમાં અધુરાશ પૂર્ણ કરવાનો પ્રારંભ

ભુજ, તા. 21 : ભુજ તાલુકાના 1800 જેટલા પ્રાથમિક શિક્ષકોની વર્ષોથી અધૂરી એલએસબી અપડેટ થતાં ભુજના પ્રાથમિક  શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશભાઈ પરમાર અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજાના સહયોગથી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની એસ.બી. અપડેટ કેમ્પ આયોજન કરાયું હતું. અધિકારીની બદલી થાય એટલે બાકી રહેતું કાર્ય આવનાર આધિકારિક આ છે તેવી ભાવનાથી પર રહી પોતાની બદલી થવાની છે જ છતાં રહેલ થોડાં દિવસોમાં વર્ષો જૂના પ્રશ્ન એસ.બી. અપડેટને પૂર્ણ?કરવા અપીલ કરવામાં આવી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા અને મહામંત્રી મહુલભાઈ જોશીએ આ બીડું ઝડપ્યું હતું. નક્કર આયોજન અને શિક્ષકોની કામગીરી થાય તેવી ભાવનાથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. 18 દિવસ સુધી કામગીરી ચાલશે તેવું જણાવાયું હતું મદદ કરનાર ભુજના તમામ શિક્ષકો, સમાજના પ્રતિનિધિઓ ગ્રુપમાં જવાબદારી સંભાળનાર, પદાધિકારીઓનો આભાર માનવામાં આવ્યો હતો. ઝુંબેશભાઈ કંસારા, ધીરજભાઈ ઠક્કર, હિતેન્દ્રભાઈ રાવલ, જયેશભાઈ પટેલ, વિશાલભાઈ ઠકકરે વ્યવસ્થા સંભાળી હતી. ટીમના ગણેશભાઈ કોલી, કાંતિભાઈ સુથાર તથા મહામંત્રી મેહુલભાઈ જોશીની કાર્યદક્ષતા તથા શિક્ષકો માટે કામ કરવાની શરૂઆત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer