સ્ટેચ્યુ ઓફ યુનિટીની દીવાલ બનાવવામાં કચ્છના કારીગરોની મહેનત રંગ લાવી

સ્ટેચ્યુ ઓફ યુનિટીની દીવાલ બનાવવામાં કચ્છના કારીગરોની મહેનત રંગ લાવી
ભુજ, તા. 30 : સ્ટેચ્યુ ઓફ યુનિટીને 31મી ઓક્ટોબરે બે વર્ષ થયા, નર્મદાનાં તટ પરનો આ આખો પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો વિચાર હતો કે સરદાર સરોવર ડેમ પાસે વિશ્વનું એક વિશાળ સ્ટેચ્યુ નિર્માણ થાય અને તે સ્થળ ખરા અર્થમાં પર્યટન સ્થળ તરીકે વિકસે. તેની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંકુલમાં રાષ્ટ્રીય એકતાને રૂપકાત્મક કરવા ઘણી કૃતિઓએ વિચારને સાકાર કર્યો જેમાંની એક કૃતિ આખા ભારતના તમામ રાજ્યોની પ્રતિકાત્મક માટી લાવીને તે માટીમાંથી `વોલ ઓફ યુનિટી' બનાવવી. સરદાર સરોવર પરનો આખો પ્રોજેક્ટ એલ. એન્ડ?ટી. કંપનીની દેખરેખ હેઠળ થયો. એલ. એન્ડ ટી. કંપનીના આર્કિટેકચર વિભાગે માટીની દીવાલ બનાવવા માટે સંકલન - હુન્નર શાળા ફાઉન્ડેશન યુનિટના તેજસભાઇ કોટક સાથે વોલ ઓફ?યુનિટી બનાવવા માટે ટેકનિકલ સપોર્ટ અને તે માટેના નિષ્ણાત કારીગરોની ટીમની જરૂરિયાત દર્શાવી. આ વોલ ઓફ યુનિટી સ્ટેબેલાઇઝ રેમ્ડ અર્થની પદ્ધતિથી થઇ?શકે છે અને તેના કારીગરોની ટીમ પણ અમારી સાથે જોડાયેલી છે અને જે પ્રોજેક્ટના મર્યાદિત સમયની અંદર કામ પૂરું કરી શકશે તેનું સમર્થન કર્યું હતું. સંકલન યુનિટ બાંધકામમાં કુદરતી મટિરીઅલ જેમ કે માટી, ઘાસ, લાકડું અને રિસાઇકલ્ડ મટિરીઅલનો ઉપયોગ કરીને બાંધકામની પદ્ધતિ કે જે પર્યાવરણના દ્રષ્ટિકોણને ધ્યાનમાં લઇને તાલીમ આપે છે. જેથી કારીગરો પોતાની રીતે `સ્વાયત્ત' બને અને પર્યાવરણને સમજ સાથે વ્યવસાયિક રીતે આગળ લઇ જાય છે. ઘણા કારણોસર જે વિદ્યાર્થીઓએ હાઇસ્કૂલ કે હાયર સેકન્ડરી સ્કૂલ પછી પોતાનો અભ્યાસ આગળ લઇ જઇ?શકતા નથી આવા વિદ્યાર્થીઓ માટે 10 વર્ષથી કારીગર શાળા અભ્યાસક્રમ ચલાવી રહી છે. જેમાં મુખ્ય સુથારીકામ અને કડિયાકામનો અભ્યાસક્રમ માત્ર વ્યવસાયિક જ નહીં જીવનલક્ષી દ્રષ્ટિકોણને ધ્યાને લઇ?ચલાવી રહી છે. એક વર્ષના અભ્યાસક્રમ બાદ તેઓ આ કારીગરોની કંપની સાથે જોડાઇ?શકે છે અથવા પોતાની રીતે કામ કરે છે. કારીગર શાળા વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સગવડ સાથે મફત ચાલી રહી છે. વોલ ઓફ યુનિટી અલગ અલગ માટી સાથે 10 ટકા સિમેન્ટ વાપરીને બનાવવામાં આવી છે. જે બનાવવા માટે સંકલન યુનિટના તેજસભાઇના માર્ગદર્શનથી હેમંતભાઇ દુધૈયા, ભરતભાઇ?ચૌહાણ, લેયર્સ કંપનીના માટીકામના કારીગરોની ટીમ રાકેશભાઇ વેસ્તા અને રાજુભાઇ હિહોર સાથે 20 કારીગરોએ માત્ર 12 દિવસના સમયગાળામાં બનાવી છે. આમ, કચ્છ અને મધ્યપ્રદેશના કારીગરો અને હુન્નર?શાળા-સંકલન યુનિટનું રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં યોગદાન રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer