અબડાસામાં ચૂંટણી પ્રચાર અર્થે ના. મુખ્યમંત્રી આજે આવે છે

અબડાસામાં ચૂંટણી પ્રચાર અર્થે ના. મુખ્યમંત્રી આજે આવે છે
ભુજ, તા. 30 : માજી મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલના અવસાનના કારણે ગુરુવારે મોકૂફ રહેલો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો ચૂંટણી પ્રવાસ હવે કાલે શનિવારે યોજાનારો છે. ના. મુખ્યમંત્રી શ્રી પટેલ અબડાસા વિધાનસભા મતવિસ્તાર પેટાચૂંટણી અંતર્ગત પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં જનમત માગવા અને સરકારની સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓનું નિરૂપણ અબડાસાની જનતા સમક્ષ કરવા તા. 31/11, શનિવારે બપોરે 2.30 કલાકે ઉમિયા માતાજી મંદિર, વાંઢાય ખાતે દર્શન કરી ત્યારબાદ બપોરે 3.30 વાગ્યે નખત્રાણા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારારોપણ, સાંજે 4 વાગ્યે રૂડીમાતા મંદિર, નખત્રાણા ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહેશે, ત્યારબાદ સાંજે 6 વાગ્યે બસ સ્ટેશનની બાજુમાં, વિથોણ ખાતે સભા સંબોધશે. તેમની મુલાકાત વેળાએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઝોન મહામંત્રી કે. સી. પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા પક્ષના આગેવાનો ઉપસ્થિત રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer