કચ્છભરમાં ઈદે મિલાદુન્નબીની સાદગીભરી ઉજવણી

કચ્છભરમાં ઈદે મિલાદુન્નબીની સાદગીભરી ઉજવણી
ભુજ/માંડવી, તા. 30 : ઇદે મિલાદના પવિત્ર અવસરે કચ્છભરમાં બાલ મુબારકની જિયારતનું આયોજન કરાયું હતું. માંડવીમાં ફિરદોસ મસ્જિદ ખાતે આયોજન થયું હતું. ચાર દાયકાથી પરંપરાનુસાર સાંપ્રત સમયમાં સરકારી ગાઇડલાઇનને અનુસરીને માંડવી ખાતે મસ્જિમાં આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું. સવારે 6.30થી બપોરે 12.30 જિયારત અને 12.30 અસર નમાજ સુધી બહેનો માટે મદરેસા ફૈઝને મુસ્તફામાં બાલ મુબારક પર્વ મનાવાયું હતું. મસ્જિદના ઉપપ્રમુખ મુફ્તી-એ-કચ્છના પુત્ર સૈયદ હાજી કાસમશા બાવા સાહેબની  દોરવણીમાં પ્રમુખ સુલતાનભાઇ આગરિયા, ઉપપ્રમુખ હાજી અલી મામદભાઈ રોહા, સેક્રેટરી આમદુભાઈ આગરિયા, ખજાનચી અસગર રોહા, સૈયદ ગુલામશા બાવા વગેરેએ આયોજન સંભાળ્યું હતું. કારોબારી સમિતિના અગ્રણીઓ સહયોગી થયા હતા.ભુજ : મહેફિલ બાગે રસુલ કમિટી : દ્વારા ઇદે મિલાદની ઉજવણી હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઇ જુલૂસ મોકૂફ રાખવામાં આવ્યું હતું, તેના બદલે કમિટી દ્વારા માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનસિક રીતે બીમાર લોકોને મીઠાઇ તેમજ કેક ખવડાવીને ઇદની ખુશી મનાવવામાં આવી હતી. આ કાર્યમાં કમિટીના હોદેદારો એહમદશા અલહુસેની, અલીમોહમદ જત, મામદભાઇ જુણેજા, ગની કુંભાર, ગફુર શેખ, કાસમશા સૈયદ, અનવર નોડે, ફકીરમામદ કુંભાર, હાજી જુસબ ચાકી, કાસમ ચાકી, મજીદ પઠાન, અખતર લાંગાય, હનીફ જત, યાકુબ ખલીફા, ઝહિર સમેજા, રજાક લુહાર, ગની તાલબ, ઇમરાન ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નલિયા મુસ્લિમ સમાજ : દ્વારા પેનલછાપીરની દરગાહ પર મૌલાના અબ્દુલસત્તાર કુંભારની તકરીર યોજાઇ હતી. જેમાં તેમણે પયગંબર સાહેબનાં જીવનચરિત્ર વિશેની સમજ આપી હતી. મુસ્લિમ સમાજના પ્રમુખ સૈયદ તકીશાબાવાએ ઇદે મિલાદ ઉજવણીનું મહત્ત્વ સમજાવી ભારત દેશ કોરોના મુકત થાય તેવી દુવા માંગી હતી. આ પ્રસંગે અખિલ કચ્છ કુંભાર જમાતના પ્રમુખ જુણસભાઇ કુંભાર, અબ્બાસ ખત્રી, સલીમ મેમણ, અલીમામદ જમાલ ખત્રી, ગુલામઅલી મિત્રી, દાઉદ હાજી ભજીર, લિયાકતઅલી આગરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાપર : ઇસ્લામ ધર્મના મહમ્મદ પયગંબર હજરત નમસ્તે જન્મદિવસને ઇદ એ મિલાદની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. રાપર ખાતે જુમા મસ્જિદ ખાતે નમાજ અદા કરવામાં આવી હતી જેમાં ઇસ્માઇલભાઇ પણકા, કુતુબશા શેખ, લાલમામદ રાઉમા, હાજીભાઇ ખાસકેલી, રસુલ ચૌહાણ સહિતના મુસ્લિમ સમાજના આગેવાન અને ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને ઇદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer