જનસંઘથી ભાજપના પાયાના પથ્થર રહેલા પૂર્વ નગરપતિને શિક્ષણમંત્રીની અંજલિ

જનસંઘથી ભાજપના પાયાના પથ્થર રહેલા પૂર્વ નગરપતિને શિક્ષણમંત્રીની અંજલિ
ભુજ, તા. 30 : શહેરના પૂર્વ નગરપતિ, લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર સ્વ. રસિકભાઇ ઠક્કરની 10મી પૂણ્યતિથિ નિમિત્તે રાજ્યના સિનિયરમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્વર્ગસ્થ પરિવારની ઘરે જઇને મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ મંત્રીએ રસિકભાઇ ઠક્કરની પ્રતિમા પાસે જઇ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તબક્કે સ્વ. રસિકભાઇને યાદ કરતાં શ્રી ચૂડાસમાએ જનસંઘથી ભારતીય જનતા પાર્ટીની સફરમાં પાયાના પથ્થર ગણાવી શ્રદ્ધાંજલિ આપતાં તેમની સાથે કરેલા કામોને યાદ કર્યા હતા.  દરમ્યાન, ભુજ નગરપાલિકા તેમજ પરિવાર દ્વારા સ્વ. રસિકભાઇ ઠક્કરની પ્રતિમા પાસે શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પરિવાર વતી ઉપસ્થિત લોકોને માસ્ક વિતરણ, જરૂરિયાતમંદ પરિવારોને રાશનકિટનું વિતરણ, નાના ભૂલકાંઓને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થની યાદમાં યોજાયેલી નિબંધ?સ્પર્ધાના વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ તેમજ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓની ઠક્કર પરિવાર વતી ફી ભરી આપવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ભુજના નગરપતિ તરીકે કરેલી રસિકભાઇની કામગીરી લોકો આજે પણ ભુલ્યા નથી. ધરતીકંપ વખતે સ્મશાનમાં પણ કરેલી કામગીરી લોકો ભુલ્યા નથી. આ કાર્યક્રમમાં કે.ડી.સી.સી. બેંકના ચેરમેન દેવરાજભાઇ ગઢવી, કચ્છના કુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજા, નગરસેવકો અજયભાઇ ગઢવી, સુશીલાબેન આચાર્ય તેમજ અવિનાશભાઇ ભટ્ટ, સુભાષભાઇ, બાલકૃષ્ણભાઇ, જયંતભાઇ?ઠક્કર, કલ્પેશભાઇ ઠક્કર, મંદાબેન પટ્ટણી, જગદીશભાઇ ઠક્કર, દિલીપભાઇ ઠક્કર, હિતેશભાઇ?સી. ઠક્કર, ભાવેશભાઇ ઠક્કર, બિહારીભાઇ ઠક્કર, ધીરુભાઇ?ઠક્કર, નીતિનભાઇ ઠક્કર, અશોકભાઇ ઠક્કર, નિગમ ઠક્કર, અનવરભાઇ?નોડે, દર્શકભાઇ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. રસિકભાઇ ઠક્કરના પરિવારમાંથી રાજુલાબેન ઠક્કર, પીયૂષભાઇ ઠક્કર, કૃપાબેન ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  વરુણ,  કાવ્યા ઠક્કર અને દધિચીએ સ્વાગત કર્યું હતું. જ્યારે પરિવાર વતી ઉપસ્થિત મહાનુભાવોનો ઘનશ્યામ ઠક્કરે આભાર માન્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer