વર્ષોથી ભાજપની સરકાર છતાં ખેડૂતો દુ:ખી, યુવાનો બેરોજગાર

વર્ષોથી ભાજપની સરકાર છતાં ખેડૂતો દુ:ખી, યુવાનો બેરોજગાર
નખત્રાણા, તા. 30 : અબડાસાની વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર તેજ છે ત્યારે તેના અંતિમ ચરણમાં અહીં બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીના  સમર્થનમાં વિજય સંકલ્પ  સંમેલન  સભા યોજાઇ હતી. આ સભામાં અબડાસા સહિત જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાન, પદાધિકારીઓ, હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં  રાજ્યસભાના સાંસદ ગુજરાત કોંગ્રેસના  પ્રભારી રાજીવ સાતવે હિન્દીમાં સંબોધતાં કહ્યું કે, આવતીકાલે 31 ઓક્ટોબર દેશની બે મહાન વિભૂતિઓ  સરદાર વલ્લભભાઇ અને ઇન્દિરાજીને નમન કરવાનો દિવસ છે. આજે અબડાસાની સાથે આઠ બેઠકોની પેટાચૂંટણી શા માટે આવી, પાંચ વર્ષ માટે  પ્રજાએ જનાદેશ આપ્યો તેવા ધારાસભ્ય સ્વાર્થમાં, લોભ, લાલચમાં આવી વેંચાઇ ગયા તે પણ કરોડો રૂપિયામાં. પ્રજા એમને કદી માફ નહીં કરે. અબડાસાના ધારાસભ્યે કોરોનાની મહામારીમાં જરૂરિયાત હતી ત્યારે રાજીનામું આપ્યું. રાજ્યમાં 25 વર્ષથી ભાજપની સરકાર છે. શું ખેડૂતોને ન્યાય મળ્યો છે, શા માટે કર્જ માફ નથી કરતા, યુવાનોને રોજગારી બાબતે ભાજપ પાસે જવાબ નથી. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પ્રવચનમાં કહ્યું કે, ધારાસભ્યે અબડાસા વિસ્તારના મતદાતાઓને પૂછ્યું, પ્રજાને પૂછ્યું કે આગેવાનોને પૂછયું માત્ર સ્વાર્થ માટે કરોડો રૂપિયામાં વેંચી સોદો કર્યો. આવા વિશ્વાસઘાતીઓને ઘેર બેસાડીને સાથે ત્રીજી તારીખે કોંગ્રેસના ડો. શાંતિલાલ સેંઘાણીને વિજયી બનાવવા અપીલ કરી હતી. ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીએ જણાવ્યું કે, અઢી વર્ષમાં જ પેટાચૂંટણી આવી તે ખરેખર લોકશાહીનું હનન છે. આ રીતે ધીરેધીરે સરમુખત્યારશાહી તરફ દેશ જઇ રહ્યો છે. કોંગ્રેસ મારા પર જે વિશ્વાસ મૂકી ટિકિટ આપી છે તે સાર્થક કરીશ, ક્યારેય પણ વિશ્વાસઘાત નહીં કરું. સભા પ્રારંભે સ્વાગત પ્રવચન નખત્રાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજશે આહીરે કર્યું હતું. ગાંધીનગરના ધારાસભ્ય અબડાસાના પ્રભારી સી. જે. ચાવડાએ કોંગ્રેસના ઈતિહાસની વાત કરી હતી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા હ્યું હતું ઈતિહાસ સાક્ષી છે, પ્રજા-પક્ષ સાથે દ્રોહ કરનારને અબડાસાની જનતા માફ નથી કરતી. ચાર-ચાર વખત ભુજ નગરપાલિકાના નગરસેવક રહી ચૂકેલા મુસ્લિમ લઘુમતી આગેવાન અલીમામદ જત પોતાના કાર્યકરો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા તો મેહુલભાઈ પટેલ સાથે યુવાનો જોડાયા હતા. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જોશીલા ભાષણ સાથે ભા.જ.પ. પર પ્રહારો કર્યા હતા. આ સભામાં કોંગ્રેસના વી. કે. હુંબલ, ભચુભાઈ આરેઠિયા, રામદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, સમરથદાન ગઢવી, હાજી જુમા રાયમા, તકીશાબાવા, પરબતભાઈ કુંવટ, માનસિંહ ડોડિયા, આદમ ચાકી, ચેતન જોષી, નવલસિંહ જાડેજા, સલીમ જત, ધર્મેન્દ્રભાઈ ગોહિલ, માવજીભાઈ મહેશ્વરી, સામજીભાઈ આહીર, ગોવિંદભાઈ પટેલ,  હાસમ નોતિયાર, ઈકબાલ મંધરા, હીરાભાઈ જાટવા, મીડિયા સેલના દીપક ડાંગર, ઘનશ્યામસિંહ ભાટી, નૈતિક પાંચાણી, મુસ્તાક હિંગોરજા, અમૃતભાઈ ધોળુ, મહિલા મોરચના ભાવનાબેન રાજગોર, અંજલિ ગોર, રવિભાઈ ત્રવાડી, અરજણ ભુડિયા, રમેશ ગરવા, પી.સી. ગઢવી, આગાખાન સાવલાણી, ઈકબાલ મંધરા, કિશોરસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. સંચાલન વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલે કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer