ધારાસભ્ય વેચાય તો લોકશાહી ખતમ

ધારાસભ્ય વેચાય તો લોકશાહી ખતમ
નખત્રાણા, તા. 30 : અબડાસા વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી હવે રંગ જમાવી રહી છે અને ઉમેદવારો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી સતત આ મોટા મતવિસ્તારમાં ચૂંટણી પ્રવાસો કરી રહ્યા છે. ગામેગામ આગેવાનો, સરપંચો તથા ગ્રામજનો સાથે સભા યોજી મિટિંગો કરી છે. અબડાસા કોંગેસના ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણી સતત પ્રવાસમાં વ્યસ્ત રહી લોકસંપર્ક કરી રહ્યા છે. અબડાસાના રાયધણજર, ખાંભલા, ઉગેડી, નેત્રા, રવિભાણ આશ્રમ હિંગરિયા, નરેડી, કાલારવાંઢ, દહા, ખારૂવા, બાલાચોડ, સરગુઆરા, ઉખેડા, વડવા ભોપા, ગંગોણ નાની-મોટી, બેરૂનો ચૂંટણી પ્રવાસ કર્યો હતો. બેઠકો યોજી લોકસંપર્ક કર્યો હતો. આ પ્રસંગે ડો. શાંતિલાલ સેંઘાણીએ કહ્યું હતું કે, લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય છે પરંતુ આમ અઢી વર્ષના ગાળામાં પેટાચૂંટણી આવે, ધારાસભ્યો વેચાઈ જાય તો લોકશાહી ખતમ થઈ જશે. ચૂંટણી કઈ રીતે આવી, કેમ આવી એ કહેવાની જરૂર નથી. અબડાસા-લખપત-નખત્રાણા ત્રણેય તાલુકાની જનતા કોંગ્રેસના પડખે છે ને હતી. આવનાર તારીખ 3/11ના લોકો કોંગ્રેસને ખોબે ખોબે મત આપી પંજાને વિજય અપાવી તેમને જીત અપાવશે તે નિશ્ચિત છે. વધુમાં હું સેવાના ઉદ્દેશ સાથે ચૂંટણી લડી રહ્યો છું. આ વિસ્તારના જે પ્રશ્નો છે, પીડા છે, મુશ્કેલીઓ છે હું સારી રીતે જાણું છું. શિક્ષિત હોવાના કારણે વિધાનસભામાં તમારા પ્રશ્નો સારી રીતે રજૂ કરવાની સાથે આ વિસ્તારના શિક્ષણ, આરોગ્ય, ખેડૂતોના પ્રશ્ને સજાગ રહીશ તેવી ખાતરી આપી હતી. કોંગ્રેસની જીત, તેમનો વિજય નક્કી છે તો મતદાન કોંગ્રેસ તરફી  કરવાની અપીલ સાથે મતદાન અચૂક કરી કોંગ્રેસ સફળ થવાની સાથે જંગી લીડથી જીત અપાવાવ હાકલ કરી હતી. પ્રવાસમાં અબડાસા કોંગ્રેસ પાર્ટીના આગેવાન રાજેશભાઈ આહીર, માવજીભાઈ મહેશ્વરી, અમૃતભાઈ ધોળુ, વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલ, રમેશદાન ગઢવી, પ્રવીણભાઈ ધોળુ, ઈશ્વરભાઈ ભગત, પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકા, નરેશભાઈ રાવલ, સંગ્રામભાઈ ભરવાડ, કરસનભાઈ રબારી, વંકાભાઈ રબારી, પન્નાભાઈ રબારી, મમુભાઈ આહીર, રઘુભાઈ દેસાઈ (ધારાસભ્ય, રાધનપુર), વિશનજીભાઈ પાંચાણી, કિશોરસિંહ જાડેજા, જુમા નોડે, અમીરઅલી લોઢિયા, ફકીરમામદ કુંભાર, વાલજીભાઈ દનીચા, રાજેન્દ્રસિંહ જાડેજા, ચેતન જોષી, રમેશ ગરવા, આદમ રાયમા, રવિ ત્રવાડી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો સાથે રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer