ખાનાય અને ચંદ્રનગરના દારૂના બે લિસ્ટેડ ધંધાર્થી પાસા તળે ઝડપાયા

ખાનાય અને ચંદ્રનગરના દારૂના બે લિસ્ટેડ ધંધાર્થી પાસા તળે ઝડપાયા
ભુજ, તા. 30 : દારૂની ગેરકાયદે પ્રવૃત્તિને લઇને પોલીસના ચોપડે લિસ્ટેડ એવા બે બુટલેગર ખાનાય (અબડાસા)ના રાણુભા ઉર્ફે સોમાસિંહ તગજી સોઢા અને ચંદ્રનગર (નખત્રાણા)ના કારૂભા ઉર્ફે ભાણુભા હંસરાજજી જાડેજાને પાસા તળે પકડી પાડી તેમને જિલ્લા બહારની જેલમાં મોકલી અપાયા હતા. ચંદ્રનગરના કારૂભા ઉર્ફે ભાણુભા વિરુદ્ધની પાસાની દરખાસ્ત નિરોણા પોલીસે અને ખાનાયના રાસુભા ઉર્ફે સોમાસિંહ માટેની દરખાસ્ત પોલીસદળની સ્થાનિક ગુનાશોધક શાખાએ કરી હતી. આ બન્ને દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતાં આ બન્નેને આજે પાસા તળે અટકાયતમાં લઇ લેવાયા હતા. સત્તાવાર સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પાસા તળે રાસુભાને મધ્યસ્થ જેલ-અમદાવાદ અને કારૂભાને મઘ્યસ્થ જેલ-રાજકોટ ખાતે મોકલી અપાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer