નાના માણસોની વચ્ચે રહેવા ભાજપનો કોલ

નાના માણસોની વચ્ચે રહેવા ભાજપનો કોલ
નખત્રાણા, તા. 30 : અબડાસા વિધાનસભા પેટાચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં નખત્રાણા રેંકડી-કેબિન એસોસિયેશનની મિટિંગ મળી હતી. ધારાસભ્યો, ભાજપના પદાધિકારીઓ, અગ્રણીઓ, એસોસિયેશન સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જાડેજાએ કહ્યું હતું કે, હું હંમેશાં નાના ધંધાર્થીઓની સાથે રહી કામ કરવાવાળો આપનો સેવક છું અને હંમેશાં સાથે રહેવાનો કોલ આપું છું. તો પૂર્વ પ્રમુખ જીતુભા જાડેજાએ કરેલા કાર્યોની વિસ્તૃત છણાવટ કરી હંમેશાં નાના માણસો સાથે હંમેશાં સહકાર આપતા રહ્યા છે તે બદલ આભાર માની તેમને બહુમતીથી જીતાડવા માટે સર્વે કેબિન-રેંકડીવાળાઓને કામે લાગી જવા હાકલ કરી હતી. સભામાં ઉપસ્થિત ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, ચૂંટણી ઇન્ચાર્જ જયસુખભાઇ પટેલ, લાલજીભાઇ રામાણી, રાજેશ પલણ, વસંત કોડરાણી, ધીરજભાઈ પટેલ, રણજિતસિંહ જાડેજાનું રેંકડી-કેબિન એસોસિયેશન પ્રમુખ રાજુભાઇ જોષી, ઉપપ્રમુખ રતનદાન ગઢવી, તુલસીદાસ સોનીએ સન્માન કર્યું હતું. સંચાલન રતિલાલ ચૌહાણે કર્યું હતું. બીજીબાજુ ગુજરાત રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના છેલ્લા ચાર મહિનાથી કચ્છ જિલ્લાના નખત્રાણા, અબડાસા, લખપત તાલુકામાં ધારાસભ્યની પેટાચૂંટણીના કામે પ્રદ્યુમનસિંહ જાડેજાને જીતાડવા ગામડાઓ ખુંદી રહ્યા છે. નખત્રાણા ખાતે યોજાયેલા વેપારી મિલનમાં મંડળના પ્રમુખ હીરાલાલ સોનીએ નવાજ્યા હતા. મિલનમાં મંત્રીએ ચૂંટણીના આટાપાટા સમજાવતાં લોકભિમુખ ઉમેદવાર પ્રદ્યુમનસિંહને જીતાડવા અનુરોધ કર્યો હતો. હેમેન્દ્રભાઇ કંસારાએ વેપારીઓના પ્રશ્નો રજૂ કર્યા હતા. શાંતિલાલ કુશરાણી, લાલજીભાઇ રૈયાણી, ભોગીલાલ કટ્ટા, કિશોરભાઇ કોટડિયા, પ્રફુલ્લભાઇ કંસારા વગેરે હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer