સાવિત્રીબાઇ ફુલે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો

સાવિત્રીબાઇ ફુલે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો
વડવા હોથી (તા. ભુજ), તા. 30 : અખિલ કચ્છ મેઘમારૂ લોંચા કુળ મહિલા મંડળ દ્વારા પ્રથમ સાવિત્રીબાઇ ફુલે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ ધોરણ 1થી સ્નાતક, અનુસ્નાતકમાં સફળતા પ્રાપ્ત કરનાર 99 અભ્યાસ કરતા અને કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું કુકમા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને અખિલ કચ્છ મેઘમારૂ લોંચા કુળ મહિલા મંડળના પ્રમુખ કંકુબેન અમરતલાલ લોંચા, ભુવા મનજીદાદા, ઊમામા, ઉપપ્રમુખ?વાલુબેન લોંચા તથા મહિલા મંડળના સમસ્ત કારોબારી સભ્યો તેમજ વડીલોના હસ્તે અહીં વિતરણ કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરીને સાવિત્રીબાઇ?ફુલે, મોમાઈમા, બાબા રામદેવપીર અને બાબાસાહેબ આંબેડકરને ફૂલ-હાર પહેરાવાયા હતા. સ્વાગત પ્રવચન અખિલ કચ્છ મેઘમારૂ લોંચા કુળ મહિલા મંડળના મહામંત્રી પ્રેમિલાબેન લોંચાએ કર્યું હતું. મહિલા મંડળની આજ સુધીની થયેલી કામગીરીની આછી ઝલક મહિલા મંડળના ખજાનચી મનીષાબેન લોંચાએ આપી હતી.કાર્યક્રમના અધ્યક્ષ અને મહિલા મંડળના પ્રમુખ કંકુબેન વણકર અને ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, મહિલાઓનું સંગઠન અને લોંચા પરિવારની પુત્રવધૂઓ પણ શિક્ષણ પૂર્ણ પ્રાપ્ત કરે એવી હાકલ કરાઇ હતી. પ્રેમિલાબેન, ગંગાબેન, મનીષાબેન, દેવલબેન, સુશીલાબેન, કાંતાબેન, લાછુબેન વિ. મહિલા મંડળની બહેનોએ સહયોગ આપ્યો હતો. શૈક્ષણિક કિટની સમગ્ર વ્યવસ્થા સચિન લોંચા, પૂજા લોંચા, હરેશભાઇ?લોંચા, પાયલ લોંચા, આશિષ લોંચા અને નારણ લોંચાએ સંભાળી હતી. સંચાલન ખારીરોહર પ્રા. શાળાના શિક્ષિકા હેમલતાબેન લોંચા, વર્ષા લોંચા, ભૂમિ લોંચાએ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer