બે દાયકાથી પતરાના શેડમાં ચાલતી કપાયાની ટપાલ કચેરીનો `ઉદ્ધાર''

બે દાયકાથી પતરાના શેડમાં ચાલતી કપાયાની ટપાલ કચેરીનો `ઉદ્ધાર''
મુંદરા, તા. 30 : તાલુકાના મોટા કપાયા ગામે છેલ્લા બે દાયકાથી પોસ્ટ ઓફિસ પતરાના શેડમાં ચાલુ હતી જેમાં સ્ટાફને કામગીરી કરવામાં તકલીફ પડતી હતી. છેલ્લા આઠ વર્ષથી પોસ્ટ ઓફિસ દ્વારા મકાન માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે ગ્રામ પંચાયતના સાથ-સહકારથી તથા દાતાઓના સહયોગથી પોસ્ટ ઓફિસ મકાનનું સપનું સાકાર થયું હતું. સરપંચ ધનજીભાઇ ધેડાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મકાનના દાતા મણિબેન લવજી ઠાકરશી ગાલા પરિવારના હસ્તે પુત્ર ચંદ્રકાંત, જેન્તીલાલ તથા હસમુખભાઇ તેમજ ઉપરના મકાનના દાતા મનીષાબેન કેતનભાઇ વસનજી માંમણિયા પરિવારનો સહયોગ સાંપડયો હતો. પોસ્ટ ઓફિસના મકાનનું વાસ્તુપૂજન કરી પોસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યું હતું. સ્થાનિક અગ્રણી માવજીભાઇ મોરારજી દેઢિયા તથા સરપંચ ધનજીભાઇ ધેડાએ રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer