દરેક કોલેજોમાં ફિટ ઈન્ડિયા ક્લબ શરૂ થશે

દરેક કોલેજોમાં ફિટ ઈન્ડિયા ક્લબ શરૂ થશે
ભુજ, તા. 30 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયા અભિયાનને વધુ વેગવંતું બનાવવા માટે જિલ્લાની દરેક કોલેજોમાં ફિટ ઈન્ડિયા કલબ શરૂ કરવામાં આવશે. આ કલબના માધ્યમથી એનસીસી અને એનએસએસની જેમ રમતગમતને લગતી પ્રવૃત્તિઓનો વ્યાપ કઈ રીતે વિસ્તરે તેનું કાર્ય કરવામાં આવશે. કચ્છમાં રમતગમતનું માળખું વિકસે અને અહીંના ખેલાડીઓ રાજકીય - રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા ઝળકાવે તે માટે સ્પોર્ટસ શિક્ષકોને પદ્ધતિસરની તાલીમ મળે તે સહિતની બાબતોને લઈ કચ્છ યુનિ. અને રાજ્યની સ્પોર્ટસ યુનિ.એ એમઓયુ કર્યા છે, સ્પોર્ટસ યુનિ.ના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા અને કચ્છ યુનિ.ના કુલપતિ પ્રો. જયરાજસિંહ જાડેજાએ ભુજ ખાતે આયોજિત સમારોહમાં આ એમઓયુ સાઈન કર્યા હતા.  રાજ્યમાં રમતગમતના ક્ષેત્રનો પદ્ધતિસરનો વિકાસ થાય તે માટે બનાવાયેલી સ્પોર્ટસ યુનિ. રાજ્યની તમામ યુનિ.સાથે એમઓયુ કરી રહી છે. તેના જ એક ભાગરૂપે કચ્છ યુનિ. સાથે પણ 1 વર્ષની સમય અવધિ માટે એમઓયુ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત દરરોજ યોગ-પ્રાણાયામ કરવાં, શરીર-સૌષ્ઠવ જાળવી ફિટ રહેવા માટેના સંકલ્પ લીધા હતા. યુનિ.ના ઈન્ચાર્જ કુલસચિવ ડો. મનીષ પંડયા, ઈન્ચાર્જ સ્પોર્ટસ ડાયરેકટર ડો. જિજ્ઞેશ ગાલા સહિતે ઉપસ્થિત રહી આયોજન સંભાળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer