ભુજમાં પોલીસ દળે યોજેલા રક્તદાન કેમ્પમાં 32550 સી.સી. રુધિર એકત્ર

ભુજમાં પોલીસ દળે યોજેલા રક્તદાન કેમ્પમાં 32550 સી.સી. રુધિર એકત્ર
ભુજ, તા. 30 : પોલીસ ફ્લેગ ડે (21-31 ઓક્ટોબર) અન્વયે પશ્ચિમ કચ્છ (ભુજ) જિલ્લા પોલીસ દ્વારા રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી તથા જી.કે. જનરલ હોસ્પિટલ ભુજના સહયોગથી પોલીસ તાલીમ ભવન, પો. હેડ ક્વા. ભુજ ખાતે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ બ્લડ બેંક માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં જિલ્લાના પોલીસ અધીક્ષક સૌરભસિંઘે આજે તેમના જન્મદિવસના અવસરે સૌપ્રથમ રક્તદાન કરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર હોવાનું ઉદાહરણ આપ્યું હતું. નાયબ પોલીસ અધીક્ષક બી.એમ. દેસાઈએ પણ રક્તદાન કરી લોકકલ્યાણાર્થે ફાળો આપ્યો હતો. કેમ્પમાં ઉપસ્થિત અધિકારીઓ-કર્મચારીઓ અને નવા ભરતી પુરુષ-મહિલા લોકરક્ષક તાલીમાર્થીઓ દ્વારા કુલ 32,550 સી.સી. રક્તદાન કરી લોકઉપયોગી સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલ (ભુજ વિભાગ), ડો. કશ્યપ બૂચ (સી.ડી.એમ.ઓ.) તથા અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી તથા જી.કે. જનરલ હોસ્પિટલ-ભુજના મેડિકલ સ્ટાફ હાજર હતા. કેમ્પનું આયોજન પોલીસ હેડ ક્વાટર્સના આર.એસ.આઈ. એસ.એમ. ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer