ભુજમાં સમૂહશાદીમાં 17 યુગલ નિકાહના બંધને બંધાયા

ભુજમાં સમૂહશાદીમાં 17 યુગલ નિકાહના બંધને બંધાયા
ભુજ, તા. 30 : અકસા ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા મુસ્લિમ સમાજનો સમૂહશાદી પ્રસંગ જાફરશાપીર દરગાહ પાસેના મેદાનમાં યોજાયો હતો. જેમાં મુસ્લિમ સમાજના 17 યુગલ સમૂહશાદીમાં જોડાયા હતા. સવારથી સાંજ સુધી ચાલેલી સમૂહશાદીમાં સમયાંતરે પાંચ-પાંચ શાદીઓ યોજી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રખાયું હતું. પ્રારંભે મૌલાના મોહંમદ આસિફ ઇકબાલે દુઆએ ખેર તથા કુરાને શરીફની તિલાવત કરી હતી. સૈયદ હાજી જમીલશા ગુલામ મોહ્યુદ્દીને નિકાહ પડાવી હતી. સંસ્થાના અધ્યક્ષ રફીક બાવા અને યાકુબભાઇ હિંગોરાએ મહેમાનોને આવકાર આપ્યો હતો. જ્યારે ઉપપ્રમુખ કુલસુમબેન સમા, મુજીબભાઇ મેમણે પ્રસંગ પરિચય આપી સમૂહશાદી કાર્યના આયોજનથી સમાજને થતા ફાયદા વર્ણવ્યા હતા. સાંસદ વિનોદભાઇ ચાવડા, માનવજ્યોતના પ્રબોધ મુનવર, હાજી અકીલભાઇ મેમણ, એમ. એમ. સૈયદ, અનવર હુસેન ખત્રી, આમદભાઇ જત, એડવોકેટ હાજી સકુરભાઇ જરીવાલા, એડવોકેટ ફારૂક મુસા સમા,  ગુલામહુસેન (જીઇબીવાળા), મુસાભાઇ સમા (આર.ટી.ઓ.વાળા), નગરસેવક કાસમભાઇ સમા, નગરસેવક માલશીં માતંગ, અયુબભાઇ રાજા, અલ્તાફ મણિયાર,  સફરાજ સમા, સોયેબ કકલ, અમીરઅલીભાઇ ગુલાણી, ઇમ્તિયાઝ સોઢા,  અખતરભાઇ સમા, સુલેમાનભાઇ સુમરા, ઇરફાન સુમરા,  મકબુલભાઇ સમા, રજાકભાઇ ભટ્ટી, રેયાન બાવા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ શ્રી ચાવડાએ સંસ્થાની સમૂહલગ્નની પ્રવૃત્તિને બિરદાવી સંસ્થાને અભિનંદન પાઠવી દુલ્હા-દુલ્હનને આશીર્વાદ પાઠવ્યા હતા. દરેક દુલ્હા-દુલ્હનને તેમનું ઘર વસાવી દેવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી કબાટ, પલંગ સહિતની 43 વસ્તુઓ અર્પણ કરાઇ હતી. સમૂહલગ્ન સ્થળે ફૂલહાર વ્યવસ્થા જાવેદ ભટ્ટી, સાઉન્ડ સર્વિસ સેવા સમા અમઝાદ એહમદ, ચાની વ્યવસ્થા દીપક ચા ભંડાર ભુજ, પાણીની વ્યવસ્થા મકબુલભાઇ ગુલામહુસેન સમાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ઓસમાણ ગની તાલબ કુંભારે જ્યારે આભારવિધિ રફીક બાવાએ, વ્યવસ્થામાં હાસમ ઉમર સુમરા, નૂરમામદ સુરંગી, કુલસુમબેન ઇબ્રાહીમ સમા, ઓસમાણ ગની કુંભાર, આરીફ ખત્રી, મુજીબ મેમણ, અસરફ જેરિયા, મુસ્તાક ખલીફા, જાકબ હિંગોરા, સિકંદર કુંભાર, હાસમ સુમરા, આઇસાબેન સમા, નૂરજાબેન સમા, અધરેમાન થૈમ તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer