માંડવીની હોસ્પિટલની સારવારની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવાઇ

માંડવીની હોસ્પિટલની સારવારની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવાઇ
માંડવી, તા. 30 : કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજનાની અનેક ગરીબ પરિવારને સારવાર મળી છે અને અનેકને નવજીવન મળ્યું છે. તાજેતરમાં જ આ યોજનાને બે વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા એક બુકલેટ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં તમામ રાજ્યના અમુક કિસ્સાઓને ટાંકવામાં આવ્યા છે. યુનિયન મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફરના ડો. હર્ષવર્ધને દેશમાં ચાલી રહેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 53 કરોડ લોકો આયુષ્યમાન ભારતનો લાભ લઇ રહ્યા છે. તેવું જણાવેલ તેઓએ ઉપરોકત સારવાર લીધેલ દર્દીઓની રેન્ડમલી તપાસ કરી તેમાંના ગુજરાતના ચાર કેસોની વિગતવાર માહિતી આયુષ્યમાન ભવ :2020 બુક જે નેશનલ હેલ્થ ઓથોરિટી બહાર પાડે છે તેમાં સમાવેશ કરવામાં આવેલ. ઉપરોકત ચાર કેસમાં એક ભુજના અસ્ફાક મણિયારે માંડવીની એઇમ્સ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યાનો સમાવેશ કરાયો છે. ભુજના 23 વર્ષીય અસ્ફાક મણિયાર નામના યુવાને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુ:ખાયો થતો હતો, પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તે સારવાર કરાવતો ન હતો. જોકે, એક દિવસ અચાનક વધુ પડતી પીડા થતાં હોસ્પિટલ લઇ જવાયો હતો અને જ્યાં સોનોગ્રાફી કરાતાં તેને પથરી હોવાનું અને ઓપરેશન જરૂરી હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું પણ સર્જરી માટે તેની પાસે નાણાં ન હોવાથી તે ઓપરેશન કરાવતો ન હતો. એક દિવસ તેની માતાને આયુષ્યમાન ભારત યોજનાની માહિતી મળી અને કાર્ડ બનાવ્યો અને ત્યારબાદ માંડવીની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો અને હોસ્પિટલના ડોક્ટર કૌશિક શાહ દ્વારા તેમની સર્જરી કરવામાં આવી હતી. યુવાન સ્વસ્થ થઇ જતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer