માંડવી બીચ પર દશેરાના અશ્વદોડે સર્જ્યું આકર્ષણ

માંડવી બીચ પર દશેરાના અશ્વદોડે સર્જ્યું આકર્ષણ
માંડવી, તા. 30 : દશેરાના પાવન પર્વ નિમિત્તે અહીંના વિન્ડફાર્મ બીચ દરિયાકિનારે અશ્વપૂજન, દિવંગત અશ્વોને શ્રદ્ધાંજલિ તથા અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે માંડવી નગરપતિ મેહુલભાઈ શાહ તથા હનુમંતસિંહ જાડેજા રહ્યા હતા. અશ્વપૂજન તથા કાર્યક્રમનું સંચાલન મોહિત જોશીએ કર્યું હતું. આયોજક માંડવી ઈક્વેસ્ટેરિયન ગ્રુપના સભ્ય ફતુભા રવુભા જાડેજા, એઝાઝભાઈ ટોકલી, અસરફભાઈ સમા, દશરથસિંહ જાડેજા, ગોપાલભાઈ ગઢવી, આરબભાઈ જતે અતિથિવિશેષ તથા અન્ય અતિથિઓનું સન્માન કર્યું હતું. આભારવિધિ મનીષભાઈ જોશીએ કરી હતી. અશ્વ દોડમાં પ્રથમ વિજેતા  અશ્વ વીર- સવાર રાજદીપસિંહ જાડેજા -માલિક ફતુભા રવુભા જાડેજા (કાંડાગરા મોટા), દ્વિતીય વિજેતા અશ્વ ગુલાબ -સવાર હાજી સુમરા -માલિક સુલેમાન કાસમ વાગેર (મોઢવા), તૃતીય વિજેતા અશ્વ પોપટ - સવાર ફરદીન સુમરા- માલિક અબ્બાસ ફકીરમામદ (મોઢવા), ચતુર્થ વિજેતા અશ્વ છોટુ - સવાર રમજાન વાગેર - માલિક અલ્તાફ વાગેર (મોઢવા) રહ્યા હતા. તેમને પ્રમાણપત્રો અને રોકડ ઈનામો તથા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિશેષ કાર્યક્રમ કરવા બદલ માંડવી નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ શાહ અને હનુમંતસિંહ જાડેજા તેમજ કોડાયના માજી સરપંચ વિરલ જોશીએ ઈક્વેસ્ટેરિયન ગ્રુપના સભ્યોની આ પ્રવૃત્તિને બિરદાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer