કચ્છના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન યોજનામાંથી સત્વરે સહાય ચૂકવો

કચ્છના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન યોજનામાંથી સત્વરે સહાય ચૂકવો
ભુજ, તા. 30 : ચોમાસામાં અતિભારે વરસાદ અને નવરાત્રિ પર વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની 25 ટકા પાક મળવાની આશા પર પાણી ફેરવી નાખ્યું છે ત્યારે જિલ્લાના ખેડૂતોને એસડીઆરએફ નહીં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તળે વેળાસર સહાય ચૂકવવા ભારતીય કિસાનસંઘે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવી રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીને સંબોધી જિલ્લા ભારતીય કિસાનસંઘે પાઠવેલા આવેદનમાં ખેડૂતોને ખરીફ પાક ઉપરાંત પશુઓ માટેનો ઘાસચારો નિષ્ફળ ગયાનું જણાવી ખેડૂતોને સીમતળ?કે તળાવની બાજુમાં ખરાબ માટી ભરી રસ્તા રિપેર કરે તો પોલીસ દ્વારા વાહન ડિટેઇન કરી દંડની વસૂલાત કરવાની કરાતી કનડગત અટકાવાય તેવી માંગ કરાઇ હતી. જિલ્લા પ્રમુખ શિવજીભાઇ?બરાડિયા સહિતના અગ્રણીઓ આ સમયે જોડાયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer