ડીપીટીના નવનિયુકત અધિકારીઓ સમક્ષ કામદાર સંગઠનોની રજૂઆત

ડીપીટીના નવનિયુકત અધિકારીઓ સમક્ષ કામદાર સંગઠનોની રજૂઆત
ગાંધીધામ, તા.30 : અહીંનાં દીનદયાળ પોર્ટમાં તાજેતરમાં બદલી આવેલા નવા સચિવ સી. હરીચન્દ્રન તથા ઉપસંરક્ષક પ્રદિપ મોહંતીએ પદભાર સંભાળ્યા બાદ વિવિધ કામદાર સંગઠનોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કે.પી.કે. એસ. (ઈન્ટુક)ના વરિષ્ઠ ઉપપ્રમુખ અને  માજી  કામદાર ટ્રસ્ટી રાણાભાઈ વિસરિયાનાં વડપણ હેઠળ  સંગઠનનાં પ્રતિનિધિ મંડળે  નવા  સચિવ અને ઉપસંરક્ષકની મુલાકાત લીધી હતી. આ વેળા સંગઠનના અગ્રણીઓએ કામદારોના   પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી.આ પ્રતિનિધિ મંડળમાં  ઉપપ્રમુખ જયંતિ રેવાલ,ગુલશન ઈલાવિયા, હનીફ અંસારી, રશ્મિ રાઠોડ, મલ્લા માસ્તર, પ્રદિપ કોચર, સંદિપ પરમાર, શ્યામ મુર્ટી, જોસેફ, કલ્પેશભાઈ શાહ  સહિતનાનો સમાવેશ થયો  હતો તેવું યુનિયનના સચિવ ભરત કોટિયાએ એક યાદીમાં જણાવ્યું હતું. કંડલા પોર્ટ એન્ડ ડોક એસ.સી./એસ.ટી. એમ્પલોઈઝ યુનિયને પણ   તાજેતરમાં નવા આવેલા આ બન્ને અધિકારીઓની  મુલાકાત લઈ   શુભેચ્છાઓ આપી હતી.  યુનિયનના પ્રમુખ  અને માજી ધારાસભ્ય વાલજીભાઈ દનિચા તથા  અન્ય અગ્રણીઓએ  કચ્છી શાલ અને પુષ્પગુચ્છ વડે તેમનું સન્માન કર્યું હતું. આ મુલાકાત વેળાએ   મહામંત્રી  કરશનભાઈ ધુવા, ઉપપ્રમુખ ગજેન્દ્ર પ્રસાદ, મંત્રી વિનોદભાઈ શાહ, હર્ષદ કુમાર  દનિચા, નૈયાલાલ પંડયા, ઉત્તમ વિસરિયા, કૈલાશ સાંશિયા, ધનરાજ બોરિચા તેમજ  પી.એસ. ટુ ચેરમેન રવીભાઈ મહેશ્વરી હાજર રહ્યા હતા. આ ઉપરાંત, કુશળ-અકુશળ અસંગઠિત કામદાર સંગઠન પૂર્વ-પશ્ચિમ કચ્છનાં પ્રતિનિધિ મંડળે પણ ડીપીટીના નવા સચિવ  અને  ઉપસંરક્ષકને  શુભેચ્છા પાઠવી હતી. મહામંત્રી વેલજીભાઈ જાટનાં નેતૃત્વમાં આ પ્રતિનિધિ મંડળે બંને અધિકારીઓનુ અભિવાદન કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer