કચ્છના આયાતી ટિમ્બર ઉદ્યોગને શંકરસિંહજી મદદરૂપ થયા હતા

કચ્છના આયાતી ટિમ્બર ઉદ્યોગને શંકરસિંહજી મદદરૂપ થયા હતા
ગાંધીધામ, તા.30 : રાજ્યના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગઈકાલે કંડલા ટિમ્બર એસોસિએશનનાં ટિમ્બર ભવનની મુલાકાત લીધી હતી. સંસ્થા દ્વારા તેમનું ઉમળકાભેર અભિવાદન કરાયું હતું. એસો.ના અધ્યક્ષ નવનીતભાઈ ગજ્જરનાં જણાવ્યા પ્રમાણે માજી મુખ્યમંત્રીએ જ્યારે તેમની સરકાર હતી, ત્યારે કચ્છના આયાતી ટિમ્બર ઉદ્યોગને પરવાના મળે તે દિશામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારત સરકારે  દેશનાં જંગલો કપાય નહીં તે માટે લાકડાં ઉદ્યોગને જરૂરી પરવાના આપવાનું બંધ કર્યું હતું. કચ્છમાં કોઈ જંગલ નથી અને માત્ર આયાતી લાકડાં ઉપર જ ઉદ્યોગ નિર્ભર છે એ વાતને તત્કાલિન રાજ્યના મંત્રી અને કચ્છ અગ્રણી બાબુભાઈ મેઘજી શાહે શ્રી વાધેલા સમક્ષ રજૂ કરતાં તેમણે સત્વરે હકારાત્મક પગલાં લીધાં હતાં.માજી મુખ્યમંત્રી શંકરસિંહજીની ગઈકાલની મુલાકાત વેળા આ વાતને યાદ કરીને ટિમ્બર એસો.ના આગેવાનોએઁ તેમનું અભિવાદન પણ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer