ગાંધીધામની શાળામાં સર્વ જન હિતાર્થે યોજાયો મહાયજ્ઞ

ગાંધીધામની શાળામાં સર્વ જન હિતાર્થે યોજાયો મહાયજ્ઞ
ગાંધીધામ, તા. 30 : અહીંની આત્મીય વિદ્યાપીઠમાં શાળામાં દુર્ગાષ્ટમી નિમિત્તે હોમહવન કાર્યક્રમ યોજાયો હતે, જેમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.વર્તમાન સમયમાં કોરોના વાયરસ તથા અન્ય રોગચાળો અને માનવ સમાજમાં રહેલાં દૂષણો દૂર થાય એવા  સર્વ જન હિતાર્થે શાળા દ્વારા કોરોનાથી બચાવવા માટેની સરકારી માર્ગદર્શિકા મુજબ મહાયજ્ઞનુ આયોજન કરાયું હતું. આ યજ્ઞમાં શાળાના એજ્યુકેશનલ ડાયરેક્ટર વિનોદ ચાવડા અને ટ્રસ્ટી હેમંત કાછડિયા હોમહવન આયોજનમાં જોડાયા હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer