બેંગ્લોરનું હૈદરાબાદ સામે આજે હલ્લાબોલ

શારજાહ, તા.30: સતત બે હારથી દુ:ખી વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઇપીએલના શનિવારના બીજા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના મેચમાં વિજય હાંસલ કરીને પ્લેઓફમાં પહોંચવા માટે હલ્લાબોલ કરશે. જો કે આરસીબી માટે આ કામ આસાન નથી, કારણ કે હૈદરાબાદની ટીમ હજુ પ્લેઓફની દોડમાં છે અને દિલ્હી કેપિટલ્સ સામેની શાનદાર જીતથી તે આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. હાલ માત્ર એક જ ટીમ ચેન્નાઇ પ્લેઓફમાંથી આઉટ થઇ છે. તેણે ગુરૂવારે આખરી દડા પર જીત મેળવીને કોલકતાના સમીકરણ બગાડી દીધા છે. અત્યારે ફકત મુંબઇની ટીમ જ પ્લેઓફ માટે નિશ્ચિત બની છે. ચેન્નાઇને છોડીને બાકીની 6 ટીમ રેસમાં છે. જેમાં બેંગ્લોર અને હૈદરાબાદ પણ સામેલ છે. જે શનિવારના મેચમાં આમને-સામને હશે. બેંગ્લોરે પ્લેઓફમાં સ્થાન સુનિશ્ચિત કરવા બાકીના બે મેચ હૈદરાબાદ અને દિલ્હીમાંથી એક ટીમને હાર આપવી જરૂરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer