ફ્રાંસની બોક્સિંગ ટૂર્નામેન્ટમાં કવિંદર, અમિત અને સંજીત ફાઇનલમાં

નવી દિલ્હી, તા.30 : ભારતીય મુક્કેબાજ કવિંદર સિંઘ બિષ્ટ (પ7 કિલો), અમિત પંઘાલ (પ2 કિલો) અને સંજીત (91 કિલો) ફ્રાંસમાં રમાઇ રહેલ વેસ્ટાઇન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી ગયા છે. જ્યારે શિવ થાપા (63 કિલો)ને કાંસ્ય ચંદ્રકથી સંતોષ કરવો પડયો છે. કવિંદરે સેમી ફાઇનલમાં ફ્રાંસના મુક્કેબાજ જોર્જ મેક્કુમેનને 3-0થી હાર આપી હતી. સંજીતે ફાઇનલમાં અમેરિકાના શેગેડ ફૂલગમને 2-1થી હાર આપી હતી. જયારે અમિત પંઘાલનો સેમિ ફાઇનલમાં અમેરિકી બોકસર ક્રિસ્ટોફર હેરેરા સામે વિજય નોંધાયો હતો.માર્ચમાં જોર્ડનમાં રમાયેલ ઓલિમ્પિક કવોલીફાયર બાદ આ પહેલી બોક્સિંગ ટૂર્નામેન્ટ છે જેમાં ભારતીય મુક્કેબાજો ભાગ લઇ રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer