ભચાઉથી કિશોરીને ઉઠાવી જનારો શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 30 : ભચાઉમાંથી એક કિશોરીનું અપહરણ કરીને નાસી ગયેલા શખ્સને પોલીસે રાજસ્થાનથી પકડી પાડયો હતો. ભચાઉ પોલીસ મથકે થોડા દિવસ અગાઉ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી એવો બ્રિજેશ રામજી સાદા નામનો શખ્સ એક કિશોરીને લઈને નાસી ગયો હતો. પોલીસે તેને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી. આ શખ્સ મૂળ બિહારનો હોવાથી પોલીસ તેના ઘરે બિહાર પહોંચી ગઈ હતી. પરંતુ આ શખ્સ ત્યાંથી પણ નાસી ગયો હતો. દરમ્યાન બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાનના અલવરમાં પોલીસ પહોંચી  હતી અને ત્યાંથી આ ઈસમને  પકડી પાડવામાં આવ્યો હતો તથા કિશોરીને તેના માવિત્રોને સોંપી દેવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer