માતાના મઢ ખાતે પવનચક્કી બની વધુ એક રાષ્ટ્રીય પક્ષીનાં મોતનું કારણ

માતાના મઢ (તા. લખપત), તા. 30 : અહીં આવેલી પવનચક્કીના વીજપોલ થકી કરંટ લાગતાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું. ખટલા ભવાની મંદિરની બાજુમાં લાગેલા પવનચક્કીના વિદ્યુત પોલમાં કરંટ લાગતાં રાષ્ટ્રીય પક્ષીનું મોત થતાં યાત્રાધામમાં અરેરાટી ફેલાઇ હતી. દયાપર ફોરેસ્ટ દ્વારા મૃત્યુ પામેલા મોરનું પંચનામું કરી પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયો હતો તેવું આર.એફ.ઓ. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું સાથે જણાવ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા પછી સ્પષ્ટ થશે કે મોરનું મોત શેના કારણે થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પવનચક્કીના લીધે પશ્ચિમ કચ્છમાં અનેક રાષ્ટ્રીય પક્ષીઓના મોત થયાં છે. માતાના મઢના  સેંસર તળાવની આજુબાજુ અસંખ્ય મોર-ઢેલ વસવાટ કરે છે અને અહીંથી પસાર થતી વીજલાઇન ખૂબ જ જોખમી બનશે એવું ગામલોકો આક્ષેપ સાથે જણાવી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer