ગાંધીધામમાં પાકા આર.સી.સી. રોડ તોડી હવે પેવર માર્ગ શરૂ !

ગાંધીધામ, તા. 30 : શહેરમાં સુધરાઈના છબરડા અને વહીવટ અવારનવાર આશ્ચર્ય સર્જે છે, તાજેતરમાં પાકા આર.સી.સી.ના રોડ તોડી હવે પેવર બ્લોકનો રસ્તો બનાવવો શરૂ કર્યો છે. અગાઉ, દર વર્ષે ચોમાસામાં જે રોડ-ડામરના ધોવાઈ જતા હતા ત્યાં લોખંડના સળિયા નાખી આર.સી.સી.ના પાકા રોડ બન્યા પણ તાજેતરમાં સેક્ટર-4 ગાંધીધામની ઓસ્લો સોસાયટીમાં આર.સી.સી. રોડ તોડીને ત્યાં હવે પેવર બ્લોક નાખવા માટે કામ શરૂ થતાં ખુદ ત્યાંના રહેવાસીઓ અચરજમાં પડી ગયા છે.તપાસ કરતાં અમુક મકાનો આગળ વરસાદનું પાણી ભરાયેલું રહેતું હોવાથી ત્યાં રોડ ઊંચો બનાવવા મજબૂત આર.સી.સી.ના હયાત રોડ ખોદી અને ત્યાં હવે પેવર બ્લોકથી રોડ બનશે. ગાંધીધામ નગરપાલિકામાં છેલ્લા થોડા સમયથી પેવર બ્લોકની ફૂટપાથ, રસ્તાઓનું ચલણ મોટા પ્રમાણમાં ફાલ્યું ફુલ્યું છે. કારણ કે અમુક હિત ધરાવતા તત્ત્વોએ તેમની બનાવવાની ફેક્ટરી સુદ્ધાં નાખી છે અને તેનામાં ભ્રષ્ટાચારની શંકા સેવાઈ રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer