કચ્છની ખારેકને જી.આઈ. ટેગ મળે તે માટે થયેલી રજૂઆત

મુંદરા, તા. 30 : કચ્છી મેવા તરીકે ઓળખાતી ખારેકને સરકાર તરફથી વિશિષ્ટ ભૌગોલિક ઓળખ જી.આઈ. ટેગ મળે તે માટે રજિષ્ટ્રાર ઓફ જીઓગ્રાફિકલ ચેન્નાઈ સમક્ષ રજૂઆત કરાઈ છે. મુંદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તરફથી ખારેક સંશોધન કેન્દ્ર દ્વારા રજૂઆત કરાઈ છે. કારણ કે, તાજેતરમાં ખારેકનું વાવેતર ગુજરાત સહિત દેશભરમાં થઈ રહ્યંy છે, પરંતુ ખારેકનું મૂળ કુળ મુંદરાનો કંઠી વિસ્તાર છે. સરકાર તરફથી જી.આઈ. ટેગ મળે તો કચ્છી મેવાને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળે જેનો લાભ ઉત્પાદન કરતા કચ્છી ખેડૂતો, ખેત મજૂરો, વેપારીઓને મળશે તેવું બજાર સમિતિના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ સરકારમાંથી પ્રયત્ન કરવાનું જણાવીને ખારેકનું વેચણ નાના કપાયા માર્કેટ યાર્ડમાં કરવા અપીલ કરાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer