દુધઈમાં દુકાનમાંથી અખાદ્ય ગોળ પકડાયો

ગાંધીધામ, તા. 30 : અંજાર તાલુકાના દુધઈ ગામમાં આવેલી કરિયાણાની એક દુકાનમાંથી પોલીસે રૂા. 9900નો અખાદ્ય ગોળ ઝડપી પાડયો હતો. દુધઈ ગામમાં આવેલી જય ભોલે પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાનમાં પોલીસે ગત તા. 27-7ના છાપો માર્યો હતો. આ દુકાનમાંથી રૂા. 9900નો 330 કિલો ગોળનો જથ્થો જપ્ત કર્યો હતો. કબ્જે લેવાયેલા આ જથ્થા પૈકી અમુક જથ્થાને એફ.એસ.એલ. માટે મોકલવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ ગઈકાલે આવ્યો હતો, જેમાં આ ગોળ અખાદ્ય અને દેશી દારૂ બનાવવા વપરાતો હોવાનોં અભિપ્રાય આવતા દુકાનના માલિક કૈલાસ વિરારામજી રબારી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer