લખાપરના નરાધમની વિધિવત ધરપકડ

ગાંધીધામ, તા. 30 : ભચાઉ તાલુકાના લખાપર ગામમાં બાળકી ઉપર દુષ્કર્મ આચરનારા શખ્સનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં આ શખ્સની આજે વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી હતી. લખાપરમાં માસૂમ બાળકી ઉપર અધમ કૃત્ય આચરનારા વિજય પ્રતાપ હમીર કોળી (મહાલિયા) નામના શખ્સને પોલીસે પકડી પાડયા બાદ તેનો કોરોના રિપોર્ટ કરાવાયો હતો, જે નેગેટિવ આવતાં આ શખ્સની આજે વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી હતી. તેને   આવતીકાલે રિમાન્ડની માંગ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. વૈજ્ઞાનિક ઢબે તેની તપાસ કરવા માટે તેના જેમ બને તેમ વધુ દિવસના રિમાન્ડની માંગ કરાશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer