મુંદરા અને પદ્ધર પોલીસના ગુનાનાં બે ભાગેડુ ઝડપાયા

ભુજ, તા. 30 : મુંદરા અને પદ્ધર પોલીસ મથકમાં દાખલ થયેલા ચોરી વિશેના કેસમાં નાસતા ફરતા બે આરોપી નાના દિનારા (ભુજ)ના આમદ ઉર્ફે ભાભા સિધિક સમા અને ભારાપર (ભુજ)ના આરિફ ઇસ્માઇલ રાયમાને પોલીસે પકડી પાડયા હતા. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરીને ભુજમાં મુંદરા રોડસ્થિત કચ્છ યુનિ. સંકુલ નજીક ચાની હોટલ પાસેથી આ બન્નેને ઝડપી પાડયા હતા. આ બન્ને આરોપી પૈકી આમદ ઉર્ફે ભાભા ભુજ બી. ડિવિઝન, પદ્ધર, નખત્રાણા, ખાવડા અને મુંદરા પોલીસ મથકના ગુનામાં સામેલ હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer