ભુજમાં આધેડ વયનો ઇસમ ચોરાઉ મનાઇ રહેલી શંકાસ્પદ બાઇક સાથે પકડાયો

ભુજ, તા. 30 : ઇદના તહેવાર અન્વયે ગોઠવાયેલા બંદોબસ્ત દરમ્યાન પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ શહેરમાં કોડકી રોડ ખાતેથી અબ્દુલ્લકરીમ રમજાન લુહાર નામના 47 વર્ષની વયના ઇસમને ચોરાઉ મનાતી શંકાસ્પદ બાઇક સાથે પકડી પાડયો હતો. સત્તાવાર સાધનોના જણાવ્યા અનુસાર ભુજમાં ભીમરાવ નગર ખાતે શાળા નં. 15 પાસે રહેતા અબ્દુલ્લકરીમના કબ્જામાંથી હીરો હોન્ડા પેશન બાઇક કબ્જે કરાઇ હતી, જેના આધારો આ ઇસમ રજૂ કરી શકયો ન હતો. શહેરમાં કોડકી રોડ ખાતેથી પકડાયેલા આ ઇસમને બાદમાં આગળની કાર્યવાહી માટે એ- ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer