ગાંધીધામના એચ.એમ.એસ. યુનિયનમાં નવા હોદ્દેદારો નિયુક્ત : કામદારોમાં હર્ષ

ગાંધીધામ, તા. 30 : કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચ.એમ.એસ.)માં ખાલી પડેલા  વિવિધ હોદ્દા ઉપર હોદ્દેદારોની  નિમણૂક કરાઈ હતી. જેને પગલે કામદારોમાં  આનંદની લાગણી પ્રસરી હતી.એચ. એમ. એસ.ના પ્રમુખ એલ. સત્યનારાયણે સંસ્થાને  મજબૂત બનાવવા તેમજ એક વ્યકિત એક હોદ્દાની ગાઈડલાઈન ઉપર કાર્ય કરી  છેલ્લા ત્રણ મહિનામાં ઘણા ફેરફાર કર્યા  હતા. આ અંતર્ગત પ્રિયાંશી તબીપારની મહિલા સેલમાં, જીવરાજ ભાંભી (મહેશ્વરી)ની ડોક સેફટી મેમ્બરમાં, અનિલ પનિકર અને શામજીભાઈ કટુઆની મંત્રી પદે નિમણૂક કરી હતી.છેલ્લા 40 વર્ષમાં પ્રથમ વખત ધરખમ ફેરફાર કરી શ્રી સત્યનારાયણે યુનિયનમાં  મોટા  ફેરફારના  સંકેત આપ્યા હતા. આ ફેરફારથી સંગઠનના વફાદાર કાર્યકરોઓમાં જુસ્સો વધ્યો છે.  હોદ્દેદારોની  નિયુકિતને  સૌએ આવકારી શુભેચ્છા પાઠવી હતી. તેવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer